હવે pepsi અને Coca-Colaની ખાલી બોટલથી પૈસા કમાઈ શકો છો તમે
પેપ્સીના પ્રવક્તાએ કહ્યું કે, ‘અમે એન્વાયરમેન્ટ એક્સપર્ટ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ કંપની રિવર્સ વેન્ડિંગ મશીન સેટ કરશે, કલેક્શન પોઈન્ટસ બનાવશે. રાજ્યમાં બાયબેક પ્રોગ્રામને આગળ લઈ જવાનો આ પ્રયાસ છે. આ ઉપરાંત શહેરમાં અનેક જગ્યા પર બોટલના કલેક્શન માટે સેન્ટર બનશે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે કંપનીઓને બોટલની બાયબેક વેલ્યૂ નક્કી કરવા માટે કહ્યું છે. મોટાભાગની કંપનીઓએ એક બોટલની કિંમત 15 રૂપિયા સુધી નક્કી કરી છે. જોકે ઈંડસ્ટ્રીના જ કેટલાક અધિકારીઓનું કહેવું છે કે બાયબેક સિસ્ટમ ફૂલપ્રુફ નથી અને તેનાથી ગુંચવાડો ઊભો થઈ શકે છે.
બિસ્લરીના ચેરમેન રમેશ ચૌહાણે કહ્યું કે, ‘પ્લાસ્ટિકને રીસાઈકલ કરવાની વ્યવસ્થા પહેલાથી જ છે. વધારે પ્રભાવી અને સંબંધિત પક્ષો માટે લાભદાયી બનાવવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.’ પેપ્સીના પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ પોતાની પ્લાસ્ટિકની બોટલની બાયબેક વેલ્યૂ 15 રૂપિયા નક્કી કરી છે. મહારાષ્ટ્રમાં વેચાતી બોટલ પર બાયબેક વેલ્યૂ લખવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ કોલ્ડ ડ્રિંકની ખાલી બોટલ ફરીથી કંપનીને વેચીને તમે કમાણી કરી શકો છો. પેપ્સીકો, કોકા કોલા અને બિસલેરી જેવી ટોપ કોલ્ડ ડ્રિંક્સ કંપનીઓ હવે પોતાની પ્લાસ્ટિકની બોટલ ગ્રાહકો પાસેથી ખરીદશે. મીડિયા અહેવાલ અનુસાર કંપનીઓએ પોતાના પ્લાસ્ટિકની બોટલો પર ખરીદવાની કિંમત પણ લખવાનું શરૂ કર્યું છે. તમને જણાવીએ કે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -