જે ટીમમાંથી રમે છે આ ખેલાડી તે ટીમને બનાવે છે IPL ચેમ્પિયન
કર્ણ શર્માને આ વખતેની હરાજીમાં CSKની ફ્રેન્ચાઈઝીએ 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કર્ણ આ સીઝનમાં માત્ર 6 જ મેચો રમી જેમાં ફાઈનલ પણ શામેલ હતી. તેણે આ દરમિયાન 4 જ વિકેટ લીધી પણ ધોનીએ તેના પર વિશ્વાસ ટકાવી રાખ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષે પણ કર્ણનું શાનદાર નસીબ ચમક્યું અને તે ચેન્નઈ સુપરકિંગ્સનો ભાગ હતો જેણે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી IPL2018ની ટ્રૉફી ઉંચકી.
2017માં કર્ણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો અને મુંબઈએ પુણે સુપરજાયન્ટ્સને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો.
કર્ણ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો અને તે વર્ષે હૈદરાબાદ ચેમ્પિયન બની હતી.
કર્ણ શર્મા એકમાત્ર એવો ખેલાડી છે જે સતત ત્રણ વર્ષથી આઈપીએલની વીજેતા ટીમનો સભ્ય હોય.
ચેન્નઈની જીત વૉટસન ઉપરાંત અન્ય એક ખેલાડી માટે ખુબ ખાસ બની ગઈ અને તે છે CSKનો સ્પિનર કર્ણ શર્મા. આ બોલરે ફાઈનલમાં માત્ર એક જ વિકેટ ઝડપી પણ તેમ છતા તેના માટે આ ફાઈનલ ખૂબ જ રસપ્રદ કારણને લીધે યાદગાર બની ગઈ. નોંધનીય છે કે, કર્ણ શર્મા છેલ્લા ત્રણ વર્ષમાં જે ટીમો તરફથી રમ્યો છે તે બધી જ ટીમો ચેમ્પિયન બની છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2018ની ફાઈનલમાં સીએસકેએ હૈદ્રાબાદને 8 વિકેટે હાર આપી ત્રીજી વખત આઈપીએલ ખિતાબ પર કબ્જો જમાવ્યો હતો. આ જીતમાં શેન વોટ્સનની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી અને તેણે 57 બોલમાં અણનમ 117 રન બનાવ્યા. ચેન્નઇની આ જીતમાં એક વસ્તું ખૂબ જ ખાસ રહી, તે એક એવા લક ફેક્ટરનું છે જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -