Toyotaની નવી ફોર્ચ્યૂનર શાનદાર ફીચર્સ સાથે થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત
ફીચર્સની વાત કરીએ તો તેમાં એબીએસ-ઈબીડી, બ્રેક અસિસ્ટ, વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ, સિક્વેન્શલ એન્ડ પેડલ શિફ્ટર્સ, એલઈડી હેડ અને ટેલ લેમ્પ્સ જેવા ફીચર્સ મળશે. નેવિગેશનથી સજ્જ ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. કીલેસ એન્ટ્રી, હિલ સ્ટાર્ટ અને ડાઉનહિલ અસિસ્ટ જેવા ફીચર્સ પણ તેમાં મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ટીરિયરને પણ પ્રીમિયમ લુક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટોયોટાના નવી ફોર્ચ્યૂનરના 6 વેરિયન્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે અને તમામમાં 7 એરબેગ્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવી છે. સેફ્ટીની દૃષ્ટિએ આ એક સારો નિર્ણય છે.
સોમવારે દિલ્હીમાં લોન્ચ કરવામાં આવેલ આ કારનું બુકિંગ અને ડિલિવરી શરૂ કરવામાં આવ્યું છે. નવી ફોર્ચ્યૂનરની ડિઝાઈનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ એસયૂવી વધારે મોટી, સ્ટાઈલિશ અને લક્ઝરી દેખાય છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો તેની વિશેષતા શું છે...
નવી દિલ્હીઃ ભારતમાં Toyotaએ પોતાની સૌથી સફળ એસયૂવી Fortunerને ફુલ મોડલ ચેન્જની સાથે ઉતારી છે. આ નવી ફોર્ચ્યૂનરમાં આ વખતે ડીઝલ ઉપરાંત પેટ્રોલ એન્જિનનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. તેની કિંમત 25.92 લાખ રૂપિયાથી શરૂ થઈને 31.12 લાખ રૂપિયા (એક્સ શોરૂમ પ્રાઈસ) સુધી જઈ શકે છે.
આ કાર 7 કલર ઓપ્શન્સની સાથે મળશે જેમાં ફેન્ટ બ્રાઉન અને અવાંત ગ્રેડ બ્રોન્ઝ બિલકુલ નવા કલર્સ છે. 2.7 લિટરના પેટ્રોલ એન્જિનની સાથે બે વેરિયન્ટ આપવામાં આવ્યા છે. બન્ને ટૂ વ્હીલ ડ્રાઈવ ઓપ્શનની સાથે છે. એક મેન્યુઅલ અને બીજો ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સાથે છે.
ડીઝલ એન્જિનની સાથે 4 વેરિયન્ટ્સ આપવામાં આવ્યા છે. ટૂ વ્હીલ ડ્રાઈવની સાથે મેન્યુઅલ અને ઓટોમેટિકનો ઓપ્શન છે અને ફોર વ્હીલ ડ્રાઈવની સાથે પણ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન છે.
ન્યૂ જનરેશન આર્કીટેક્ચર પ્લેટફોર્મ ટેકનીકના ઉપયોગથીઆ પહેલાના મોડલ્સની અપેક્ષાએ વજનમાં હલકી હશે અને હેડલિંગ પહેલા કરતાં સારા હશે. 2016 Toyota Fortunerની ડિઝાઈનમાં પહેલાની અપેક્ષાએ વધારે સ્લીક હશે.
ઉપરાંત 2016 Toyota Fortunerમાં શોલ્ડર લાઈન પહેલાની અપેક્ષાએ વધારે ઉંચી છે. 2016 Toyota Fortunerમાં ઇલેક્ટ્રિક ટેલગેટ અને એલઈડી ટેલ લેમ્પ્સ હશે. ઉપરાંત કારની અંદર કેબિનમાં પણ ઘણાંબધા ફેરફાર કરવામાં આવ્યા છે.
સીટમાં સોફ્ટ ટચ લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કેબિન પહેલાથી વધારે સ્પેસિયસ છે. 2016 Toyota Fortunerમાં ટચસ્ક્રીન ઇન્ફોટનમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ્ડ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -