મિનિમમ એકાઉન્ટ બેલેન્સ રાખવા પર પણ ચૂકવવો પડશે ચાર્જ? ખત્મ થઈ શકે છે મળનારી છૂટ
વિભાગે પાછલી તારીખથી ટેક્સની માગ કરી છે. બેંકો માટે હવે આ સૌથી મોટી ચિંતાનો વિષય બની ગયો છે. બેંક હવે એ સમજી નથી શકતી કે તે ગ્રાહકો પાસેથી પહેલાનો ટેક્સ કેવી રીતે વસૂલશે. કહેવાય છે કે, આ રકમ હજારો કરોડ રૂપિયાની થઈ ગઈ છે. DGGSTએ બેંકોને તેના માટે નોટિસ મોકલી છે.
ઈટીના અહેવાલ અનુસારસ બેંક આ મામલે DGGSTની નોટિસ સામે પડકાર ફેંકી શકે છે અને તે આ મામલે સરકારને પણ અપીલ કરશે. કહેવાય છે કે, DGGSTએ બેંકો તરફથી ગ્રાહકોને આપવામાં આવતી અનેક સેવાઓની તપાસ શરૂ કરી છે. આ સેવાઓ માટે બેંક કેટલોક ચાર્જ વસૂલે છે અથવા મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવા પર તેને ફ્રીમાં એ સેવાઓ આપે છે.
આ બેંકોએ મિનિમમ બેલેન્સ ન રાખવા પર ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલ્યા પરંતુ તેનો ટેક્સ ન ચૂકવ્યો. એટલું જ નહીં મિનિમમ બેલેન્સ રાખનાર ગ્રાહકોને આપવામાં આવતી ફ્રી સેવાઓ પર પણ ટેક્સ ચૂકવવાની નોટિસ ફટકારવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશમાં અનેક બેંકોને ડાયરેક્ટરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGST)એ નોટિસ મોકલીને ટેક્સ ચૂકવવાની માગ કરી છે. આ બેંકોમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક ઉપરાંત અનેક અન્ય બેંક પણ સામેલ છે.