ગૂગલના CEO સુંદર પિચાઈએ સર્જયો રેકોર્ડ, ઈનામમાં મળ્યાં 2500 કરોડ રૂપિયા
પિચાઈ મૂળ ચેન્નાઈના રહેવાસી છે અને 2015થી ગૂગલના સીઈઓ છે. જ્યારે તેમને શેર આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ કંપનીમાં સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ (પ્રોડક્ટ્સ) હતા. વડાપ્રધાન મોદી ગત વર્ષે જ્યારે અમેરિકા પ્રવાસે ગયા ત્યારે તેમણે પણ સિલિકોન વેલીમાં સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા 2012માં ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગને 2.28 અબજ ડોલક કેશ રકમ મળી હતી. 2014માં આવેલા અહેવાલ મુજબ સુંદરનું વાર્ષિક પેકેજ 5 કરોડ ડોલર (આશરે 332 કરોડ રૂપિયા) હતું. છેલ્લા થોડા વર્ષોથી ગૂગલમાં સુંદર પિચાઇનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે.
2016માં ટેસ્લા ઈંકના એલોન મસ્કને 1.34 અબજ ડોલરની કેશ મળી હતી. તે સમયે તેમણે કંપની તરફથી મળેલા 67.1 લાખ ઓપ્શન્સનો ઉપયોગ કર્યો હતો.
બુધવારે પિચાઇના ખાતામાં આ શેર ટ્રાન્સફર થશે. શેર આપવાની જાહેરાત બાદ ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટ ઇંકનો શેર 90 ટકા સુધી વધી ગયો છે. આ રીતે પિચાઇને મળનારા શેરની બજાર કિંમત આશરે 2525 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
ન્યૂયોર્કઃ ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈને ચાલુ સપ્તાહે કંપની તરફથી આશરે 2525 કરોડ રૂપિયા (38 કરોડ ડોલર)ની કેશ ગિફ્ટ મળવાની છે. જે તાજેતરના વર્ષોમાં કોઈ કંપનીના એક્ઝિક્યુટિવને મળનારું સૌથી મોટું પેકેજ છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુડજબ સુંદર પિચાઈએ વર્ષ 2014માં પ્રમોશનના અવસર પર કંપનીએ 3,53,939 રેસ્ટ્રિક્ટેડ શેર આપવાની જાહેરાત કરી હતી. કેટલીક શરતો પૂરી થયા બાદ જ વ્યક્તિના ખાતામાં આ શેર ટ્રાન્સફર કરવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -