પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 10માં દિવસે ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Oct 2018 09:40 AM (IST)
1
ઉલ્લેખનીય છે કે અંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. સાઉદી અરબ તરફથી કહેવામાં આવ્યું છે કે જરૂર પડવા પર ક્રૂડ ઓઈલની ઘટ પૂરી કરવા માટે પગલા ઉઠાવવામાં આવશે. સાઉદીની આ જાહેરાત બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે.
2
નવી દિલ્હી: સતત દસમાં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલની કિંમતમાં 40 પૈસા અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 80.45 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.38 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
3
મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 40 પૈસાનો ઘટાડો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 37 પૈસાનો ઘટોડો થયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 85.93 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 77.96 રૂપિયા પ્રતિ લીટર છે.