માત્ર 10,100 રૂપિયામાં ઘરે લાવો નવી Hyundai Santro કાર, કંપની લાવી સ્પેશિયલ ઓફર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓનલાઈન બુકિંગ કંપનીની વેબસાઈટ પરથી 30 નવેમ્બર સુધી કરાવી શકાશે. અહીં તમને એ જણાવીએ કે, એચડીએફસી બેંક તરફથી કેશબેક ઓફર ત્યારે જ મળસે જ્યારે તમે એચડીએફસીમાંથી જ ઓટો લોન લેશો. નવી સેન્ટ્રોમાં 1.1 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, તેમાં સીએનજીનો વિકલ્પ પણ છે. નવી સેન્ટ્રોમાં ઓટોમેટિકનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ Hyundai Santro 2018 કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈએ 23 ઓક્ટોબરે દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં હેચબેક કાર સેન્ટ્રોને નવા અવતારમાં લોન્ચ કરી છે. નવી સેન્ટ્રોમાં નામ સિવાય બધુ જ અલગ છે. પહેલાની તુલનામાં વધારે સ્પેશિયસ સેન્ટ્રોની ઘણાં લોકો રાહ જોઈ રહ્યા હતા. કંપની તરફતી કારનું બુકિંગ 10 ઓક્ટોબરથી જ શરૂ થઈ ગયું હતું. 12 દિવસમાં 23,500 યૂનિટનું બુકિંગથી જાણવા મળ્યું કે, કારને ગ્રાહકો તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. લોન્ચિંગ પહેલા ચર્ચામાં આવેલ નવી સેન્ટ્રો જૂની કાર કરતાં ઘણી અલગ છે.
જો તમે પણ નવી સેન્ટ્રો લેવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે સારી તક છે. પહેલા કંપનીએ તેના બુકિંગ માટે 11,100 રૂપિયા નક્કી કર્યા હતા. હાલમાં પણ કંપની તરફથી આ ઓફર આપવામાં આવી રહી છે. શરૂઆતના 50 હજાર બુકિંગ કરાવનાર ગ્રાહકોએ બુકિંગ માટે 11,100 રૂપિયા જમા કરાવવાના રહેશે. જો તમે એચડીએફસી બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઈન બુકિંગ કરાવો છો તો તેના પર 10 ટકા કેશબેક મળશે. આમ તમારે કુલ મળીને 10,100 રૂપિયા ચૂકવવા પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -