ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા પર સરકાર આપશે ડિસ્કાઉન્ટ, જાણો શું છે યોજના
દેશમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે નવી ટેલીકોમ પોલિસીમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવા પર ફોકસ કરાશે. પોલિસીનો ડ્રાફ્ટ 1 મેના રોજ જારી થશે. સુત્રો મુજબ તેમાં બ્રોડબેન્ડની ટેક્નોલોજી દેશમાં જ તૈયાર કરવા માટે પ્રોત્સાહન અપાશે. તેનાથી ટેલીકોમ સેક્ટરમાં 40 લાખ નવો રોજગાર પેદા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્વ વિભાગે કેશબેકનો વિકલ્પ સૌથી યોગ્ય ગણાવ્યો છે. એક તો તેને લાગુ કરવું સરળ હશે અને બીજું કે તેનો દુરુપયોગ નહીં થઈ શકે. કંપની જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો દાવો કરશે, અધિકારી તેની ચકાસણી સરળતાથી કરી શકશે. તેના બાદ કેશબેકની રકમ તેમના બેન્કખાતામાં ટ્રાન્સફર કરી દેવાશે.
નવી દિલ્હીઃ ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે સરકાર વેપારીઓને કેશબેક આપવા અને ગ્રાહકોને એમઆરપી પર છૂટ આપવા જેવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રેવન્યૂ ડિપાર્ટમેન્ટ એક પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જેમાં ડિજિટલ પેમેન્ટ કરનારને એમઆરપી પર છૂટ (ડિસ્કાઉન્ટ) આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટમાં વધુમાં વધુ 10 રૂપિયા સુધી હોઈ શકે છે. જ્યારે વેપારીઓને ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવેલ ટર્નોવરના આધારે કેશબેક આપવામાં આવશે.
નાણામંત્રીના વડપણ હેઠળ ૪ મેના રોજ મળનારી જીએસટી કાઉન્સિલ સમક્ષ આ દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં આ મુદ્દે વિચારણા થઈ હતી. બેઠકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા બિઝનેસને પ્રોત્સાહન આપવાના ત્રણ સંભવિત સ્વરૂપ પર ચર્ચા થઈ હતી, જેમાં કેશબેક ઉપરાંત ટર્નઓવરને આધારે ટેક્સ ક્રેડિટનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -