ઈદ પર આ કંપની આપી રહી છે 300 જીબી ડેટા, જાણો શું છે ઓફર
BSNLએ વિતેલા વર્ષે પણ ઈદના અવસર પર 786 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો પરંતુ આ વખતે કંપની વધારે ફાયદો લઈને આવી છે. વિતેલા વર્ષે પ્લાનમાં કંપનીએ 90 દિવસ માટે 3 જીબી ડેટા આપી રહી હતી. તેમાં ગ્રાહકને ફ્રી એસએમએસ મળતા ન હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, આ રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને પ્રતિ દિવસ 2 જીબી હાઈ સ્પીડ ડેટાની સાથે 100 એસએમએસ પ્રતિ દિવસ મળશે. આ પેકની વેલિડિટી 150 દિવસની રહેશે. આ પ્લાન લેવા માટે ગ્રાહકોએ 16 જૂનથી 26 જૂનની વચ્ચે રિચાર્જ કરાવવું પડશે.
નવી દિલ્હીઃ ટેલિકોમ સેક્ટરની સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનલે)એ ઈદના અવસર પર 786 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે, ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ મળશે. STV786 નામના આ પ્લાનમાં ગ્રાહક 300 GB 2G/3G ડેટાની સાથે 15,000 SMSનો લાભ લઈ શકશો.
આ પહેલા બીએસએનએલે ફિફા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને 149 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં ગ્રાહકને વર્લ્ડ કપ મેચ દરમિયાન (14 જૂનથી 15 જુલાઈ) રોજ 4 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -