✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓકીનાવાએ લોન્ચ કર્યું 90ની માઈલેજ આપતું ઈ-સ્કૂટર, 20 પૈસા પ્રતિ કિલોમીટર ખર્ચ થશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Feb 2017 07:35 AM (IST)
1

કંપનીનો દાવો છે કે, હાલના સમયમાં રિજ ભારતીય બજારમાં ઉપલબ્ધ સૌથી શક્તિશાળી ઈ-સ્કૂકર છે. અન્ય સ્કૂટર વધુમાં વધુ 250થી 600 વોટના છે. રિજ માટે આરટીઓ નંબર અને લાયસન્સની જરૂર પડશે અને તેના માટે ફાઈનાન્સ પણ મેળવી શકાય છે.

2

રિજની દિલ્હીમાં કિંમત 43702 રૂપિયા છે. કંપનીએ તેને છ રંગમાં લોન્ચ કરી છે. જે મેટ સિલ્વર, મેટ રેડ, ગ્લોસી રેડ, ગ્લોસી વ્હાઇટ, મેટ ઓરેન્જ અને મેટ ગ્રીન છે. રિજમાં સ્ટાઈલિશ હેડલેમ્પ્સ લાગેલ છે અને તેમાં અન્ય સ્કૂટરથી ઉંધી ટેલ લાઈટ છે, જેમાં ઇન્ડિકેટ પણ લાગેલ છે.

3

કંપનીનો ઉદ્દેશ એ માન્યતાને ખોટી પાડવાનો છે કે ઈ-સ્કૂટર પારંપરિક પેટ્રોલ વાહનની શક્તિ, ગતિ અને ગુણવત્તાની સાથે મેળ ન કરી શકે. આ સ્કૂટરની ક્લોક ગતિ 55 કિમી પ્રતિ કલાક છે. માત્ર 4-6 કલાકની સામાન્ય ચાર્જિંગની સાથે રિજ વધુમાં વધુ 90 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. સાથે જ તેનો રખરખાવ પણ ખૂબ જ સસ્તો છે અને પ્રતિ કિલોમીટર ખર્ચ માત્ર 20 પૈસા આવે છે. 800 વોટના આ સ્કૂટર ડ્રમ બ્રેકથી સજ્જ છે અને તેમાં સેન્ટર લોકિંગ સિસ્ટમ લાગેલ છે.

4

રિજની વહન ક્ષમતા 150 કિલોગ્રામ છે અને તેના ટાયર ટ્યૂબલેસ છે. સ્પીડોમીટર ડિજિટલ છે અને તેમાં બેટરીની સ્થિતિ માટે ઇન્ડિકેટર પણ છે. રિજમાં 60 વોલ્ટ/224એએચ વીઆરએલએ બેટરી લાગેલ છે અને તેના ફ્રન્ટ સસ્પેંશન ટેલીસ્કોપિક છે.

5

ઓકીનાવા ઓટોટેક પ્રાઈવેટ લિમિટેડ ભારતનું ઝડપથી ઉભરતું અને સૌથી વધારે વિઘટનકારી ઈ-ઓટોમોબાઈલ નિર્માતા કંપની છે. જાપાનની ટેકનીકથી સજ્જ ઓકીનાવા ભારતીય બજાર માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઈલેક્ટ્રિક ટુ વ્હીલ વાહન/સ્કૂટરનું નિર્માણ કરે છે.

6

નવી દિલ્હીઃ ભારતીય ઇલેક્ટ્રિકટ સ્કૂટર નિર્માતા કંપની-ઓકીનાવાએ ઓટોટેક પ્રાઈવેટ લિમિટેડે રિજ નામથી પોતાનું એક ક્રાંતિકારી ઈ-સ્કૂટર લોન્ચ કર્યું છે. પોતાની આ પ્રોડક્ટના માધ્યમથી કંપની આ વાતને ખોટી સાબિત કરવા માગે છે કે, ઈ-સ્કૂટર જેવા પર્યાવરણ અનુકૂળ પરિવહનના સાધન દક્ષ અને શક્તિથી પરિપૂર્ણ ન હોઈ શકે. આ સ્કૂટરની કિંમત કંપનીએ 43,702 રૂપિયા રાખી છે.

7

રિયર સસ્પેંશન ડબલ શોકર અને ડ્યુઅલ ટ્યૂબથી સજ્જ છે. બેટરી ઝટપથી ચાર્જ કરવા માટે ગ્રાહકોએ એક વધારાની એક્સેસરીઝ ખરીદવી પડશે, જેની કિંમત 1200 રૂપિયા છે. તે લગાવ્યા બાદ બેટરી 1-2 કલાકમાં ચાર્જ થઈ જશે.

  • હોમ
  • બિઝનેસ
  • ઓકીનાવાએ લોન્ચ કર્યું 90ની માઈલેજ આપતું ઈ-સ્કૂટર, 20 પૈસા પ્રતિ કિલોમીટર ખર્ચ થશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.