નોટબંધી વખતે ખાતામાં બે લાખ જમા કરાવેલા ? તો આ સમાચાર છે તમારા માટે મહત્વના, જાણો કેમ
નાણા મંત્રાલયે સીબીડીટીને સ્પષ્ટ રીતે કહ્યુ છે કે, પ્રાથમિક તપાસ બાદ જ નોટબંધી દરમિયાન બે લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવનારને મેસેજ કે ઇ-મેઇલ મોકલવામાં આવે. ઉલ્લેખનીય છે કે આઇટી વિભાગે નોટબંધી બાદ ૧૮ લાખ લોકો દ્વારા બેંક ખાતાઓમાં ૪.પ લાખ કરોડથી વધુના શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી હતી.
આઇટી વિભાગને આ પ્રકારના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ બ્લેકમનીને વ્હાઇટ કરવા ઉપયોગ થયો હોવાની આશંકા છે. તે સિવાય આવા બેન્ક એકાઉન્ટના બે વર્ષના ટ્રાજેક્શન પર તપાસ કરવામાં આવશે જેથી આ ખાતામાં કેટલી લેવડ-દેવડ થઇ છે તે જાણી શકાશે.
આઇટી વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, સરકારની આ જાહેરાત બાદ આઇટી વિભાગના રડારમાં ના આવવા માટે લોકોએ અઢી લાખથી ઓછીની રકમ જમા કરાવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે આ બધા બેંક એકાઉન્ટમાં જમા રકમ અને તેઓની આવકના સ્ત્રોતને ચેક કરવામાં આવશે. અને જો કોઇ ગરબડ લાગશે તો તેઓને નોટિસ આપવામાં આવશે.
જોકે, અગાઉ સરકારે કહ્યુ હતુ કે, નોટબંધી દરમિયાનના એવા બેંક ખાતાની તપાસ કરવામાં આવશે અને એવા લોકોની આવકનો હિસાબ-કિતાબ માંગવામાં આવશે જેમણે પોતાના સેવિંગ બેંક એકાઉન્ટમાં અઢી લાખ કે તેથી વધુની રકમ જમા કરાવી હોય પરંતુ હવે આયકર વિભાગ બે લાખ જમા કરાવનાર લોકોને મેસેજ મોકલી હિસાબ-કિતાબ માંગવાની તૈયારી કરી રહ્યુ છે.
એક રિપોર્ટ પ્રમાણે, બેન્ક એકાઉન્ટ્સની તપાસ દરમિયાન આઇટી વિભાગને ચોંકાવનારા આંકડાઓ પ્રાપ્ત થયા છે. તે અનુસાર, એક કરોડ બેન્ક એકાઉન્ટમાં બે લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ રકમનો આંકડો 10 લાખ કરોડ રૂપિયા થવા જાય છે.
અમદાવાદઃ નોટબંધી દરમિયાન પોતાના બેન્ક ખાતામાં બે લાખ રૂપિયા કે તેનાથી વધુ રૂપિયા જમા કરાવ્યા હોય તેવા લોકોને ઇન્કટેક્સ વિભાગ મેસેજ અને ઇમેઇલ મોકલીને આવકના સ્ત્રોતનો હિસાબ માંગી શકે છે. આ અગાઉ સરકારે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન અઢી લાખથી ઓછી રકમ જમા કરાવનારા લોકોની કોઇ પૂછપરછ કરવામાં આવશે નહીં.