મોબાઈલ કંપની એરિક્શને સુપ્રીમ કોર્ટમાં કહ્યું, અનિલ અંબાણી દેવું ના ચૂકવે તો જેલમાં નાખો
આ મામલે આરકોમ દ્વારા જણાવવામાં આવ્યું કે, એરિક્શન અને લેંડર્સનું દેવું ચુકવવામાં તેમને મોડું થઇ રહ્યું છે તેના માટે ટેલિકોમ ડીપાર્ટમેન્ટ જવાબદાર છે. ટેલિકોમ ડીપાર્ટમેન્ટ તેમની રિલાયન્સ જિયો ડીલને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નથી આપી રહ્યું. કંપનીએ ટેલિકોમ ડીપાર્ટમેન્ટ સામે પણ અદાલતમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમકોર્ટ સોમવારે બંને મામલે સુનાવણી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: સ્વીડનની ટેલિકોમ ઉપકરણ બનાવતી કંપની એરિક્શને રિલાયન્સ કોમ્યુનિકેશન ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં પોતાની બીજી અવગણના અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેઓ સ્વીડિશ કંપનીના 550 કરોડ રૂપિયાનું ભુગતાન નહીં કરે ત્યાં સુધી તેમને સિવિલ જેલમાં બંધ કરવામાં આવે અને તેમની વિદેશ યાત્રાઓ પર રોક લગાવવામાં આવે. અનિલ અંબાણીએ એરિક્શનના 550 કરોડ રૂપિયા તરત ચૂકવવા માટે કોર્ટમાં વ્યક્તિગત રીતે ગેરંટી લીધી હતી.
બીજી તરફ અનિલ અંબાણીની કંપની દ્વારા આ મામલે દેશની સંચાર વિભાગની સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ કર્યો છે. જેમાં કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે સ્પેક્ટ્રમની નિલામીમાં મોડું થવાને કારણે એરિક્શન અને બીજી કંપનીનું દેવું ચુકવવામાં મોડું થયું છે. એરિક્શનના વકીલ અનિલ ખેરે સુપ્રીમકોર્ટમાં કહ્યું કે, નવી અરજી એટલા માટે દાખલ કરવામાં આવી છે કારણકે રિલાયન્સ અને બીજા સુપ્રીમકોર્ટના આદેશનું પાલન નથી કરી રહ્યા. અમે લાંબા સમયથી ભુગતાનની રાહ જોઈ રહ્યા છે. આ કોર્ટની અવગણનાનો મામલો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -