લોનધારકોને રાહતઃ કાર, હોમ અને અન્ય લોનનો આ વખતનો હપ્તો કેટલા દિવસ નહીં ભરો તો ચાલશે ? જાણો મહત્વની જાહેરાત
1 કરોડ રૂપિયા સુધીના વર્કિંગ કેપિટલ એકાઉન્ટ હોલ્ડરોને પણ છૂટ મળશે. લોન ભલે બિઝનેસ હોય કે પર્સનલ, સિક્યોર્ડ હોય કે નહીં, યોજના હેઠળ આવરી લેવાશે. તમામ બેન્કો અને NBFC (MFI)ની લોનને છૂટ લાગુ પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટબંધીને કારણે ચેક ક્લીયરન્સ સહિત રૂટીન બેન્કિંગ કામકાજ પ્રભાવિત થયું છે. નાણા ઉપાડવા પર નિયંત્રણોના પગલે પેમેન્ટ અટવાયા છે. EMI ભરવા છતાં એકાઉન્ટ સ્ટાન્ડર્ડ રહેશે.
કેન્દ્ર સરકારે નોટબંધી અંગેના તમામ કેસો એક સ્થળે ખસેડવા માટેની અરજી સુપ્રીમમાં કરી છે તે અંગે સુપ્રીમ કોર્ટ 23 નવેમ્બરે સુનાવણી કરશે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે નોટબંધી અંગેના દેશની વિવિધ અદાલતોમાં ચાલી રહેલા કેસને સુપ્રીમમાં લાવવામાં આવે તે અંગે ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર અને ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે સહમતિ દર્શાવી છે.
જેમણે કોઇ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કમાંથી લોન મેળવી હોય તેવા લોનધારકોને પણ રાહતનો લાભ મળશે. દરમિયાન, સોમવારે રિઝર્વ બેન્કે નોટબંધી બાદ અત્યાર સુધીમાં બેન્કોમાં થયેલી ડિપોઝિટ, વિડ્રોઅલ અને એક્ષ્ચેન્જના આંકડા જારી કર્યા છે. 18 નવેમ્બર સુધીમાં બેન્કોમાં 5,11,565 લાખ કરોડ રૂપિયા જમા થયા છે.
મુંબઈઃ રિઝર્વ બેંકે બેંકો અને નોન બેન્કિંગ નાણાંકીય સંસ્થાઓના લોનધારકોની રોકડની સમસ્યાને ધ્યાનમાં રાખતા એક કરોડ રૂપિયા સુધીની હોમ, કાર, કૃષિ અને અન્ય લોનની ચૂકવણી માટે 60 દિવસનો વધારાનો સમય આપ્યો છે. આ ગાળામાં બેંકોને આવી લોનને એનપીએની કેટેગરીમાં ન બતાવવાની છૂટ હશે. આરબીઆઈએ અંગે એક જાહેરનામું બહાર પાડી તમામ નાણાંકીય સંસ્થાને સૂચના આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -