તહેવારની સીઝનમાં જ Flipkartને ફટકો, CFOએ આપ્યું રાજીનામું
ફ્લિપકાર્ટની સાથે બવેજાની શરૂઆત તો ઠીક રહી પરંતુ વિતેલા નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. તે વર્ષે કંપની નવા રોકાણકારોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી અને હાલના રોકાણકારોએ પણ વધારે રસ દાખવી રહ્યા ન હતા. પરિણામ એ આવ્યું કે કંપનીની ખોટ વધતી ગઈ અને બજારમાંથી પકડ ધીમે ધીમે ઓછી થતી ગઈ જેનો ફાયદો એમેઝોનને થયો. માર્ચ 2015માં ખતમ થતા નાણાંકીય વર્ષ દરમિયાન ફ્લિપકાર્ટને 2000 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. આ પહેલાના નાણાંકીય વર્ષમાં કંપનીને 715 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી.
અંદાજે બે વર્ષ પહેલા બવેજાએ ફ્લિપકાર્ટમાં સીએફઓ તરીકેની જવાબદારી સંભાળી હતી. તે સમયે ઝડપથી વધતા ઈ કોમર્સના બજારમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ફ્લિપકાર્ટ સામે ખોટ ઘટાડવાનો પડકાર હતો. બવેજાને ફ્લિપકાર્ટના આઈપીઓ માટેની તૈયારી કરવાનું પણ કામ સોંપવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ ભારતની મોટી ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (સીએફઓ) સંજય બવેજાએ રાજીનામું આપી દીધું છે. બવેજાનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે તહેવારની સીઝન ચાલી રહી છે અને ફ્લિપકાર્ટની સામે પોતાની પ્રતિસ્પર્ધી અમેરિકન કંપની એમેઝોનની સાથે સ્પર્ધા કરવાની સાથે સાથે ફંડ મેળવવાનો પણ પડકાર છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બવેજાની જગ્યાએ કોણ આવશે પરંતુ નવા સીએફઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. કારણ કે ચાલુ વર્ષે ડિસેમ્બરના અંત સુધી બવેજા કંપની સાથે રહેશે. બવેજા આપહેલા ટાટા કોમ્યૂનિકેશન્સમાં સીએફઓ હતા. 56 વર્ષના બવેજા ટાટાની પહેલા એમઆર અને એરટેલમાં પણ કામ કરી ચૂક્યા છે.