ફ્લિપકાર્ટે ટેનસેન્ટ, ઈબે, માઈક્રોસોફ્ટ પાસેથી 9000 કરોડ રૂપિયા ઉભાં કર્યાં
ચીનમાં ઈન્ટરનેટ વેલ્યુ એડેડ સર્વિસિસ પૂરી પાડતી અગ્રણી કંપની ટેનસેન્ટના પ્રેસિડેન્ટ માર્ટિન લૌએ જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક ભાગીદારીની મદદથી ટેનસેન્ટ ભારતીય ઈકોમર્સ અને પેમેન્ટ્સ ક્ષેત્રે નવી તકોનો લાભ લઈ શકશે. ભારતીય ગ્રાહકોને સાનુકૂળ અનુભવ ઉપલબ્ધ બનાવવામાં તથા ભારતમાં ઈન્ટરનેટના માહોલને વધુ વિકસાવવા માટે ફ્લિપકાર્ટની સાથે જોડાઈને અમે આનંદ અનુભવી રહ્યાં છીએ. ફ્લિપકાર્ટ ગ્રૂપ મિન્ત્રા, જબોંગ, ફોનપે તથા ઈકાર્ટ જેવી જાણીતી ભારતીય બ્રાન્ડ્સની માલિકી ધરાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીન સ્થિત ટેનસેન્ટ સોશિયલ મેસેજિંગ એપ વીચેટની માલિકી ધરાવવા ઉપરાંત તે પ્રોક્ટો, ઈબીબો જેવી વિવિધ ઓનલાઈન કંપનીઓમાં પણ રોકાણ ધરાવે છે. ફ્લિપકાર્ટના સંસ્થાપકો સચિન બંસલ અને બિન્ની બંસલે આ સોદાને કંપની તથા દેશ માટે ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રોકાણકારોની પસંદગી સંશોધન ક્ષેત્રે તેમના અત્યંત પ્રભાવશાળી ઈતિહાસ ઉપરાંત ટેક્નોલોજી ક્ષેત્રે તેમની નિપુણતાને ધ્યાનમાં રાખીને કરાઈ છે.
ફ્લિપકાર્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યાં અનુસાર ફ્લિકાર્ટ ગ્રૂપ દ્વારા ટેનસેન્ટ, ઈબે તથા માઈક્રોસોફ્ટ પાસેથી 1.4 અબજ ડોલરનું ભંડોળ હાંસલ કરાયું છે. ફંડિગનો આ રાઉન્ડ ફ્લિપકાર્ટના 10 વર્ષના ઈતિહાસ ઉપરાંત ભારતીય ઈન્ટરનેટ સેક્ટરમાં સૌથી મોટો છે, જેની મદદથી ફ્લિકાર્ટ ભારતમાં ઈ-કોમર્સ ક્ષેત્રની વૃદ્ધિના નવા તબક્કામાં પ્રવેશવા સજ્જ બનશે.
પોતાની હરીફ કંપની સ્નેપડીલને હસ્તગત કરવાની અટકળો વચ્ચે થયેલા આ સોદાને પગલે ફ્લિપકાર્ટને અમેરિકન ઈન્ટરનેટ જાયન્ટ એમેઝોન સામે લડવા જરૂરી મૂડીબળ મળી રહેશે. ફ્લિપકાર્ટના હાલના રોકાણકારોમાં ટાઈગર ગ્લોબલ મેનજમેન્ટ, નેસ્પર્સ ગ્રૂપ, એસેલ પાર્ટનર્સ તથા ડીએસટી ગ્લોબલનો સમાવેશ થાય છે.
બેંગલુરુઃ દેશની જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે સોમવારે કહ્યું કે, ટેનસેન્ટ, ઈબે, માઈક્રોસોફ્ટ પાસેથી 1.4 અબજ ડોલરનું ભંડોળ મેળવવામાં સફળ રહી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, ફ્લિપકાર્ટના 10 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટું ફન્ડિંગ છે. સાથે જ આ ભારતના ઇન્ટરનેટ ક્ષેત્રની પણ સૌથી મોટું ફન્ડિગં છે. આ ફન્ડિંગ બાદ ફ્લિપકાર્ટની કિંમત 11.6 અબજ ડોલર થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -