ભારતમાં લોન્ચ થઈ Ford Freestyle કાર, ટોયોટા ઈટિયોસ , હ્યૂન્ડાઈ i20 ને આપશે ટક્કર, જાણો કિંમત
ફોર્ડ ફ્રીસ્ટાઈલમાં 4-સ્પોક વાળા 15 ઈંચ વ્હીલ્સ અને હાઈ ડેફિનેશન ટચસ્ક્રીન સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં લાગેલ ઈંફોટેનમેન્ટ સિસ્ટમ ફોર્ડના Sync3 સાથે એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે. કારની સેફ્ટીની વાત કરવામાં આવે તો તેમાં એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે ટ્રેક્શન કંટ્રોલ અને ડ્યૂઅલ એરબેગ આપવામાં આવી છે.
ફોર્ડે પોતાની આ ફ્રીસ્ટાઈલ કારમાં નવું પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ વખતે કંપનીએ ડ્રૈગન મૉડલનું 1.2 લીટર એન્જિન આપ્યું છે જે પેટ્રોલ પર 19 કિમી/લીટરની એવરેજ આપે છે. જ્યારે ડીઝલ એન્જિન 1.5 લીટરનુ છે જે 99 bhp પાવર અને 215 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે અને તેની એવરેજ 24.4 કિમી/લીટર હશે.
ફોર્ડની આ કારની સીધી ટક્કર મારૂતિ સુઝૂકી ટોયોટા ઈટિઓસ, હ્યુન્ડાઈ i20 જેવી ગાડીઓ સાથે થશે. ફ્રીસ્ટાઈલના પેટ્રોલ અને ડિઝલ મૉડલ એમ્બિએન્ટ, ટ્રૈંડ, ટાઈટેનિયમ અને ટાઈટેનિયમ પ્લસ વેરિયન્ટમાં મળશે.
નવી દિલ્લી: પ્રખ્યતા કાર કંપની ફોર્ડ ઈન્ડિયાએ ભારતમાં પોતાની નવી કાર ફ્રીસ્ટાઈલ લોંચ કરી છે. ફોર્ડ ફ્રીસ્ટાઈલની ભારતમાં શરૂઆતની કિંમત 5.09 લાખથી શરૂ થશે. આ કારની ટોપ મૉડલની કિંમત 7.89 લાખ છે. ફોર્ડ ફ્રીસ્ટાઈલના ડીઝલ વેરિયન્ટની શરૂઆત એક્સ શોરૂમ કિંમત 6.09 લાખ રૂપિયા છે.