કાર ખરીદવાની શાનદાર તક, ફોર્ડે ઇકોસ્પોર્ટ, ફીગો, એસ્પાયર પર 30 હજાર છૂટની કરી જાહેરાત

અન્ય લાભમાં 7.9 ટકાનો વ્યાજ દર, વધારાની સેવાઓ અને ત્રણ વર્ષ સુધીનું મેન્ટેનન્સ તથા એક વર્ષ માટે વીમો પણ સામેલ છે. ઉપરાંત, મર્સિડીઝ બેન્ઝે પણ ભારતમાં તૈયાર પોતાની પ્રોડક્ટ સાથ લાખ રૂપિયા સુધી સસ્તી કરવાની જાહેરાત કરી છે. જીએસટી લાગુ થવાની સ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી છે.
વિતેલા સપ્તાહે જર્મન લક્ઝરી કાર નિર્માતા ઓડીએ પોતાની કારની કિંમત 30 જૂન માટે 10 લાખ રૂપિયા સુધી ઘટાડી છે. કંપની એ3 સેડાનથી લઈને એે8 પ્રીમિયર સેડાન કરા વેચે છે જેની કિંમત 30.5 લાખથી લઈને 1.15 કરોડ રૂપિયા સુધી છે. એક અન્ય જર્મન લક્ઝરી કાર નિર્માતા બીએમડબલ્યૂએ પણ કહ્યું કે, તે જીએસટીનો લાભ સહિત 12 ટકા સુધી છૂટ આપી રહી છે.
કંપની ઈકોસ્પોર્ટમાં 20-30 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. કોમ્પેક્ટ એસયૂવી હવે 7.18 લાખ રૂપિયાથી 10.76 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી)ની વચ્ચે વેચાશે. બીજી બાજુ ફીગો અને એસ્પાયર હવે 10,000 રૂપિયાથી લઈને 25,000 સુધી સસ્તી થઈ જશે. ફીગોની કિંમત 4.75 લાખ રૂપિયાથી 7.73 લાખ રૂપિયા તથા એસ્પાયર કોમ્પેક્ટ સેડાનની કિંમત 5.44 લાખ રૂપિયાથી 8.28 લાખ રૂપિયાની વચ્ચે રહેશે. ફોર્ડ ઇન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ (વેચાણ) વિયન રૈનાએ જણાવ્યું કે, અમે જીએસટી લાગુ થાય તે પહેલા તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડીને ખુશ છીએ.
નવી દિલ્હીઃ નવી કાર ખરીદવાની તૈયારીમાં છો તો તમારા માટે હાલનો સમય શ્રેષ્ઠ છે. ઓટો નિર્માતા કંપની ફોર્ડ ઇન્ડિયાએ જીએસટી અંતર્ગત નવા ટેક્સ રેટનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે 30,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ કંપનીની ત્રણેય લોકપ્રિય કાર ઇમ્પેક્ટ એસયૂવી ઇકોસ્પોર્ટ, સેડાન એસ્પાયર અને હેચબેક ફીગો પર મળી રહી છે.