વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનાર CEO બન્યા આ ભારતીય, મળશે 857 કરોડ રૂપિયાનું પેકેજ
કેટલાક લોકોને આ નિર્ણય હેરાન કરી દે છે. ક્રેડિટ સ્વિસના એનાલિસ્ટ બ્રેડ જેલનિકના ફાઇનાન્શિયલ ટાઇમ્સે કહ્યું કે અરોરા પાસે સાઇબર સિક્યોરિટીનો કોઇ જ અનુભવ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App50 વર્ષના નિકેશ અરોડાનો જન્મ 6 ફેબ્રુઆરી 1968ના રોજ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં થાયો હતો. તેમના પિતા ઇન્ડિયન એરફોર્સમાં ઓફિસર હતાં. નિકેશે પોતાનું ગ્રેજ્યુએશન બીએચયુ આઈટીમાંથી ઇલેક્ટ્રોનિક એન્જીનીયરીંગમાં 1989માં કર્યું હતું. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન અમેરિકાની બોસ્ટનની નોર્થ-ઇસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું.
નોંધનયી છે કે, પાલો અલ્ટો નેટવર્ક એક સાઇબર સિક્યોરિટી કંપની છે. તે આ પહેલા સોફ્ટ બેંક અને ગૂગલમાં પણ કામ કરી ચુક્યાં છે. આ સાથે જ નિકેશ પોતાના પૈસાથી પાલો અલ્ટો નેટવર્કના 134 કરોડ રૂપિયાના શેર ખરીદી શકે છે અને તેટલી જ કિંમતના શેર તેમને કંપની તરફથી પણ આપવામાં આવશે. જેને તે સાત વર્ષ સુધી વેચી નહીં શકે. નિકેશ કંપનીના સીઈઓ સાથે બોર્ડના ચેરમેન પણ હશે.
નવી દિલ્હીઃ ટેક્નોલોજીની દુનિયામાં નિકેશ અરોરાનું નામ જાણીતું છે. ગૂગલ, સોફ્ટબેંક જેવી દિગ્ગજ કંપનીમાં કામ કરનાર નિકેશ એકમાત્ર એવા ભારતીય છે જે વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવતા સીઈઓ બની ગયા છે. હાલમાં નિકેશ અરોરા પાલો અલ્ટો નેટવર્કના નવી સીઈઓ બનાવવામાં આવ્યા છે. તેનો વાર્ષિક પગાર 12.8 કરોડ ડોલર એટલે કે 857 કરોડ રૂપિયા છે.
નિકેશને પગાર તરીકે 6.7 કરોડ રૂપિયા મળશે. સાથે જ તેમને વાર્ષિક બોનસ પણ મળશે. ઉપરાંત કંપનીમાં 268 કરોડ રૂપિયાના શેર મળશે. જોકે આ શેર તે સાત વર્ષ સુધી વેચી નહીં શકે. જો સાત વર્ષની અંદર નિકેશ કંપનીના શેરોમાં ત્રણ ગણો વધારો કરી દે છે તો તેમને વધુ 442 કરોડ રૂપિયા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -