મોબાઈલ યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, ટૂંક સમયમાં બંધ થશે FREE ઇનકમિંગ કોલ સર્વિસ
ટેલિકોમ કંપનીએ લીધેલા આ નિર્ણયની સૌથી વધુ અસર ગામડાંમાં રહેતા લોકોને થશે. આ સિવાય એવા પણ લોકો પ્રભાવિત થશે જેઓ પોતાના ફોન માત્ર કોલ રિસીવ કરવા માટે જ રાખ્યા છે, મોટાભાગના આવા લોકો મહિને 10 રૂપિયાનું જ રિચાર્જ કરાવી સુવિધાનો આનંદ માણે છે, જો કે હવે તેઓએ પણ નવા નિયમ મુજબ રિચાર્જ કરાવવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું છે નવો નિયમ - ગ્રાહકો પાસેથી પૈસા કમાવવા માટે ટેલિકોમ કંપનીઓએ દર મહિને રિચાર્જ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. જો યૂઝર્સ રિચાર્જ નહીં કરે તો તેમની આઉટગોઇંગ સુવિધા બંધ કરવામાં આવશે.
એરટેલે આ નવા નિયમનું ધ્યાન રાખી ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે, જેમાં 35, 65 અને 95 રૂપિયાનો પ્લાન્સ છે. આ પ્લાન્સની લીમીટ 28 દિવસની હશે. ત્યાર બાદ જો યૂઝર્સ રિચાર્જ નહીં કરાવે તો બેલેન્સ હોવા છતાં તેમની આઉટગોઇંગ સેવા બંધ કરી દેવામાં આવશે.
એરટેલ, વોડાફોન, આઇડિયાના છેલ્લા બે વર્ષમાં સતત યૂઝર્સ ઘટી રહ્યા છે. અને કંપનીઓને મોટી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ કંપનીઓએ નિર્ણય લીધો છે કે ગ્રાહકોને ફ્રી ઇનકમિંગની સુવિધા નહીં મળે અને જો આ સુવિધાનો લાભ ઉઠાવવો છે તો તેના બદલામાં પૈસા ચૂકવવા પડશે એટલે કે રિચાર્જ કરાવવું પડશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની બજારમાં એન્ટ્રી બાદથી ટેલિકોમ કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જિઓનો સામનો કરવા માટે આ ટેલિકોમ કંપનીઓની વચ્ચે પ્રાઈસ વોર શરૂ થઈ ગયું છે, ત્યાર બાદ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. એવામાં ટેલિકોમ કંપનીઓએ આ નુકસાનની ભરપાઈ કરવા માટે નવી રણનીતિ અપનાવવાની તૈયારીમાં છે. હવે કંપનીઓ ફ્રી ઇનકમિંગ સર્વિસ બંધ કરવા પર વિચાર કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -