ભારતમાં લોન્ચ થઈ મારુતિ સુઝુકીની નવી Ertiga, જાણો કિંમત અને ફીચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી અર્ટિગા ભારતમાં ઓબર્ન રેડ, મેગ્મા ગ્રે, ઓક્સફોર્ડ બ્લૂ, આર્કટિક વ્હાઇટ અને સિલ્કી સિલ્વર એમ 5 કલ ઓપ્શનમાં મળશે. નવી અર્ટિગા રેનો લોજી, હોન્ડા બીઆરવી અને મહિન્દ્રા ટીયુવી300ને ટક્કર આપશે.
નવી અર્ટિગા પેટ્રોલ પ્રથમ વખત મારુતિની SHVS ટેક્નોલોજી સાથે આવશે. એટલે કે તેમાં ડ્યુઅલ બેટરી સેટઅપ આવશે. અર્ટિગા ડીઝલ જૂના મોડલની જેમ સિંગલ બેટરી સેટઅપમાં જ મળશે.
નવી અર્ટિગા 4,395mm લાંબી, 1,735mm પહોળી અને 1690mm ઊંચી છે. તેનો વ્હીલબેસ 2,740mm છે. ઈન્ડિયા સ્પેકવાળી નવી મારુતિ અર્ટિગાનો ટર્નિંગ રેડિયસ 5.2 મીટર છે. ઉપરાંત આ કારમાં 45 લીટર ફ્યૂલ ટેંકની સાથે આવશે.
પેટ્રોલ વેરિયન્ટમાં 5 સ્પીડ મેન્યુઅલની સાથે સાથે એક 4 સ્પીડ ટર્ક કનવર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવશે. ઉપરાંત ડીઝલ વેરિયન્ટમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવશે.
નવી મારુતિ સુઝુકી અર્ટિગા 1.5 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવશે. પેટ્રોલ એન્જિન 19.34 kmplની માઇલેજ આપશે. જ્યારે ડિઝલન એન્જિનમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. ડીઝલ એન્જિનમાં 25.47 kmplની માઇલેજ મળવાનો કંપનીએ દાવો કર્યો છે. નવી એમપીવી અર્ટિગાનું બુકિંગ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ ભારતમાં આખરે પોતાની નવી Ertiga લોન્ચ કરી છે. નવી અર્ટિગા ભારતમાં 2012થી ઉપલબ્ધ ફર્સ્ટ જનરેશનના મોડલને રિપ્લેસ કરશે. કંપની એ આ એમપીવી (મલ્ટી પર્પઝ વ્કીલ) માટે બુકિંગ સત્તાવાર રીતે પહેલા જ શરૂ કરી દીધું હતું. કંપનીએ નવી અર્ટિગાની કિંમત 7,44,000 રૂપિયાથી શરૂ થઈને 10,90,000 રૂપિયા સુધી રાખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -