માત્ર 22 દિવસમાં આ શહેરમાં વેચાયું 8000 કિલો સોનું, લોકોએ 2700 કરોડ રૂપિયાની ખરીદી કરી
ઈડી અનુસાર એકલા હૈદ્રાબાદમાં જ જૂની નોટોથી 2700 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. આ 2700 કરોડ રૂપિયાથી સોનાના બિસ્કીટની ખરીદી કરવામાં આવી છે. ઈડીના સૂત્રોએ જણાવ્યું કે વિતેલા 22દિવસ (8થી 30 નવેમ્બર) દરમિયાન 8000 કિલો સોનાની આયાત કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૈદ્રાબાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે 500 અને 1000ની જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ દિલ્હીમાં અડધી રાત સુધી લોકોએ સોનાની ધૂમ ખરીદી કરી હતી, પરંતુ ઈડીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સૂત્રો અનુસાર જેટલી સોનાની આયાત થઈ છે તે પુરેપુરુ વેચાઈ જવું એ સાવતની સાબિતી છે કે, 1-10 ડિસેમ્બરની વચ્ચે 1500 કરોડ રૂપિયાના સોનાની આયાત થઈ છે. ઉલ્લેખનીય છે કે, નોટબંધી બાદ કાળા નાણાંને ધોળો કરવા માટે દિલ્હીથી લઈને હૈદ્રાબાદ સુધી ગોલ્ડ માર્કેટમાં સોનાની ધૂમ ખરીદી જોવા મળી હતી.
આ ખુલાસો આવકવેરા અધિકારીઓ અને શમશાબાદ એરપોર્ટના કસ્ટમ્સ વિભાગના આંકડાના આધારે કરવામાં આવ્યો છે. ઈડી અને આઈટી અધિકારીઓએ કહ્યું કે, જો સોનાના વેપારીએ 8 નવેમ્બર બાદ બેન કરવામાં આવેલ નોટ લઈને સોનું વેચ્યું છે તો તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રોએ કહ્યું કે, જ્વેલર્સે પોતાની દુકાનના સીસીટીવીના ફુટેસ સાથે પણ છેડછાડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -