આધાર લેશે ડેબિટ-ક્રેડિટ કાર્ડનું સ્થાન, PINની પણ જરૂર નહીં પડે, કેશલેસ પેમેન્ટ માટે સરકારની નવી યોજના
યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના ડાયરેક્ટર જનરલ અજય પાંડે જણાવ્યું કે, આધાર સાથે જોડાયેલ ટ્રાન્ઝેક્શન કાર્ડ રહિત અને પિન રહિત હશે. તેની મદદથી એન્ડ્રોઈડ મોબાઈલ પોન યૂઝર્સને પોતાના આધાર નંબર અને ફિન્ગરપ્રિન્ટ અથવા આંખ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકશો.
નીતિ આયોગે આ અંગે દેશની તમામ મોબાઈલ કંપનીઓ સાથે વાત પણ કરી છે. 12 ડિજિટવાળા આધાર નંબર 108 કરોડ લોકોને અત્યાર સુધી આધાર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છેકે દેશના 99 ટકા એડલ્ટને આધાર ઈશ્યૂ થઈ ગયા છે.
UIDAI તેના માટે આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AEPS) સિસ્ટમ ડેવલપ કરી રહી છે. સાથે જ સરકાર એક એવી કોમન મોબાઈલ એપ ડેવલપ કરી રહી છે જેનાથી કારોબારી આધાર અનેબલ્ડ પેમેન્ટ લેવા માટે ઉપયોગ કરી શકે. તેના માટે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, પિન અને પાસવર્ડનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં રહે.
એક ન્યૂઝ એજન્સીના અહવેલા અનુસાર તેના માટે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું કે, લોકોએ પોતાના આધારને બેંક ખાતા સાથે લિંક કરાવવાનું રહેશે. બાદમાં ફંડ ટ્રાન્સફર, બેલેન્સ ઇન્ક્વાયરી, કેશ ડિપોઝિટ, વિથડ્રોઅલ અને ઇન્ટરબેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AEPS)નો ઉપયોગ કરી શકાશે. AEPSના બાયોમેટ્રિક ઓથોન્ટિકેશનની કેપિસિટી હાલ 10 કરોડ છે. જેને ધીમે ધીમે 40 કરોડ સુધી લઈ જવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે સરકાર ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું સ્થાને આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટન લાવવાની તૈયારીમાં છે. તેના માટે સરકાર એક કોમન મોબાઈલ એપ ડેવલપ કરીરહી છે. તેનો મતલબ એ છે કે કોઈપણ પ્રકારની ખરીદી અથવા ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકો પોતાની સાથે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ રાખવાની જરૂરત નહીં રહે. ગ્રાહકો માતેર પોતાનો આધાર નંબર જણાવવાનો રહેશે. એપ બેસ્ડ ઓથેન્ટિકેશનની સાથે જ લેવડ દેવડ થઈ જશે. રૂપિયા ગ્રાહકના ખાતામાંથી કારોબારીના ખાતામાં સીધા જ ટ્રાન્સફર થઈ જશે.
આધાર મારફતે તમામ લેવડ દેવડ એપ દ્વારા થશે. તેના માટે મોબાઈલ હેન્ડસેટમાં આઈરિસ અથવા થમ્બ આઇડેન્ટિફિકેશનની સુવિધા રહેશે. રૂપિયા ગ્રાહકના ખાતામાંથી સીધા જ કારોબારી કે દુકાનદારના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આ સુવિધા તમામ પલ્બિક અને પ્રાઈવેટ સેક્ટરની બેંકના ગ્રાહકોને મળશે.