મુકેશ અંબાણીએ Jioને લઈ કરી મહત્ત્વની જાહેરાત, જાણો ભાષણના મુખ્ય મુદ્દા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિમોનિટાઈઝેશનના નિર્ણયનું સ્વાગત કર્યું. ડિયો કરશે આ તકનો ઉપયોગ. વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. વિમુદ્રીકરણના સાહસિક નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ આપું છું.
હવે ઘરબેઠા Jio સિમ મળી શકશે. જેને માત્ર પાંચ મિનિટની અંદર એક્ટિવેટ કરી શકાશે. તા. 31મી ડિસેમ્બર સુધીમાં ભારતના 100 શહેરોમાં આ સુવિધા મળતી થઈ જશે. જેને આગામી સમયમાં સર્વવ્યાપક બનાવવામાં આવશે.
Jio પર સંપૂર્ણપણે Number Portablity Service એક્ટિવેટ થઈ ગઈ છે. જે મુજબ અન્ય ટેલિકોમ સર્વિસિઝના વપરાશકર્તાઓ એ જ નંબર યથાવત્ રાખીને જિયોનો વપરાશ કરી શકે છે.
જિયોની વૃદ્ધિ પ્રથમ ત્રણ મહિનામાં વોટ્સએપ, ફેસબુક અને સ્કાઈપ કરતાં પણ વધારે રહી. કુલ વપરાશકર્તાના 20 ટકા દ્વારા અતિ વપરાશ કરવામાં આવે છે, જ્યારે અન્ય 80% દ્વારા એક જીબીથી પણ ઓછો વપરાશ કરવામાં આવે છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો એક ડેટા-સ્ટ્રોન્ગ નેટવર્ક છે અને ભારતના દરેક જિયો ગ્રાહક એક સરેરાશ બ્રોડબેન્ડ વપરાશકારની તુલનામાં 25 ગણો વધારે ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જિયો હવે દેશની સૌથી મોટી ઝડપથી આગળ વધતી ટેક ફર્મ છે.
મુકેશ અંબાણીએ અન્ય ટેલીકોમ ઓપરેટર પર પ્રહારો કરતાં કહ્યું કે, જિયોને હાલની મોબાઈલ કંપનીઓ તરફથી ઇચ્છિત મદદ ન મળી. જેના કારણે વોયસ કોલિંગ સેવાનો લાભ ગ્રાહકોને ન મળી શક્યો. જિયો ભારતીય ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળી ફ્રી વોયસ કોલિંગ સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે. જિયોના કોલ ડ્રોપમાં 90 ટકા સુધીનો ઘટાડો આવ્યો.
જિયોએ દરરોજ નવા છ લાખ ગ્રાહક જોડ્યા. આધાર કાર્ડ મારફતે સિમ તાત્કાલીક એક્ટિવટ કરી શક્યા તે માટે ભારત સરકાર અને ટ્રાઈનો આભાર માન્યો. આધાર કાર્ડ દ્વારા જિયો સિમ પાંચ મિનિટમાં એક્ટિવેટ થઈ જાય છે. યૂઝર્સ તરફથી મળેલ ફીડબેકના આધારે ઘણાં સુધારા કરવામાં આવ્યા.
જિયોની નવી ઓફરને હૈપ્પી ન્યૂ યર ઓફર નામ આપવામાં આવ્યું છે. જિયો પર વિશ્વાસ કરવા પર સૌનો આભાર માન્યો. જિયોમાં ડેટા નેટવર્ક મજબૂત હોવાની વાત કહી.
નવી દિલ્હીઃ રિલાયન્સ ગ્રુપના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ લોકોને નવા વર્ષની ભેટ આપતા આજે જાહેરાત કરી હતી કે જીયો 4જી સીમના તમામ ગ્રાહકો 31 માર્ચ સુધી તમામ સેવાઓ ફ્રી રહેશે. આગળ વાંચો પ્રેસ કોન્ફરન્સમાં મુકેશ અંબાણીએ બીજું શું કહ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -