✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સરકારે 11.44 લાખ PAN કર્યા નિષ્ક્રિય, તમારું કાર્ડ આ યાદીમાં છે કે નહીં? જાણો આ રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Aug 2017 12:35 PM (IST)
1

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અત્યર સુધી અંદાજે 11.44 લાખથી વધારે પાન કાર્ડ બંધ કર્યા છે અથવા તો ડિએક્ટિવ કર્યા છે. આ જાણકારી કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી સંતોષ કુમાર ગંગવારે સંસદમાં આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે પાન કાર્ડ ડિએક્ટિવ અથવા રદ્દ એવી જગ્યાએ કરવામાં આવ્યા જ્યાં એક જ વ્યક્તિના નામે એકથી વધારે પાન કાર્ડ ફાળવવામાં આવ્યા હોય. તેમણે રાજ્યસભામાં લેખીતમાં જવાબ આપતા કહ્યું કે, 7 જુલાઈ સુધી 1144211 પાન કાર્ડની ઓળખ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે એક જ વ્યક્તિના નામે એકથી વધારે પાન કાર્ડ છે. હવે કાં તો તેને બંધ કરવામાં આવ્યા છે અથવા ડિએક્ટિવ કરવામાં આવ્યા છે.

2

જે બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP પાસવર્ડ આવશે. જે બાદ OTP નંબર એન્ટર કરીને વેબસાઈટમાં નેક્સટ પેજ ક્લિક કરી “Validate” બટન દબાવવાનું હોય છે. જો, તમારા નામે એકથી વધારે પાન નંબર રજીસ્ટર્ડ હશે તો “ આ નામથી એકથી વધારે રેકોર્ડ છે” તેવી નોટિસ પોપઅપ થશે. અને વધારાની માહિતીઓ ભરવાની રહેશે. જેમાં તેઓ તમારા પિતાનું નામ જેવી વિગત પૂછી શકે છે. આટલી જરૂરી માહિતી દર્શાવ્યાં બાદ, તમને તમારૂ પાન કાર્ડ પ્રમાણભૂત અને સક્રિય છે કે નહીં તે અંગેની જાણકારી મળશે.

3

આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ વેબસાઈટ પર નવું પેજ ખુલશે જેમાં તમારી પર્સનલ ડિટેઈલ (નામ, હોદ્દો, ધર્મ વગેરે) ભરવાની હોય છે. આ ઉપરાંત પાન કાર્ડ મેળવવા ફોર્મ ભરવા સમયે જે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરાવ્યો હોય તે જ નંબર પણ દર્શાવવાનો હોય છે. આટલી વિગત ભરાયાં બાદ “Submit” ઓપ્શન પર ક્લિક કરવાનું હોય છે.

4

પાન કાર્ડ કેન્સલ થયું છે કે નહીં તે જાણવા માટે ઈન્કમટેક્સની ઈ-ફાયલિંગ વેબસાઈટ http://www.incometaxindiaefiling.gov.in પર જઈ, “Know Your PAN” પર ક્લિક કરવું. વેબસાઈટ પર ક્લિક કર્યા બાદ હોમ પેજ પર અનેક ઓપ્શન આવશે જેમાં ડાબી બાજુની કોલમમાં “Services” નામનું ઓપ્શન હશે.

5

કાળા ધન વિરૂદ્ધ કેન્દ્ર સરકારે બીડું ઉઠાવ્યું છે. અને જે અંતર્ગત સરકારે નકલી પાન કાર્ડ ધરાવતાં લોકોને ઉજાગર કર્યા છે. નકલી પાન કાર્ડ ધારકોને પકડવા સરકારે પાન કાર્ડને આધાર કાડથી લિંકઅપ કરવાની પણ યોજના બનાવી છે. સરકારે 27 જુલાઈથી લગભગ 11.44 લાખ પાન કાર્ડ નિષ્ક્રિય કર્યા છે. ત્યારે તમારૂ પાન કાર્ડ પ્રમાણભૂત છે કે નહીં તેની ચકાસણી માટે ઈન્કમટેક્સની વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે.

  • હોમ
  • બિઝનેસ
  • સરકારે 11.44 લાખ PAN કર્યા નિષ્ક્રિય, તમારું કાર્ડ આ યાદીમાં છે કે નહીં? જાણો આ રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.