સરકારે આ પાંચ મોટી બેંકને ખત્મ કરવાની આપી મંજૂરી, જાણો તમારા એકાઉન્ટનું શું થશે?
અરુણ જેટલીએ કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે દેશમાં રોકડની અછત નથી. અમુક ATM ઓપરેશનલ કારણોસર ખાલી હોઇ શકે છે. અમારી પાસે સરપ્લસ કરન્સી છે અને અમે સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુ 5 સહયોગી બેન્કોના મર્જર સાથે SBI 37 લાખ કરોડ રૂપિયાની એસેટ બેઝ સાથે વૈશ્વિક કદની બેન્ક બની જશે. તેના કુલ 50 કરોડ કસ્ટમર્સ, 22,500 શાખા અને 58,000 ATM હશે.
SBIમાં મર્જ થનારી સહયોગી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદનો સમાવેશ થાય છે. સૌપ્રથમ 2008માં સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર SBIમાં મર્જ થઇ હતી. તેના 2 વર્ષ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્દોરનું મર્જર થયું હતું.
નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું કે, કેન્દ્રીય કેનિબેટે પહેલા જ મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. આ જુદી જુદી બેંકોના બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, જેને ત્યાંથી મંજૂરી મળી ગઈ છે. બોર્ડની ભલામણ પર વિચાર કર્યા બાદ કેબિનેટે આ દરખાસ્તને અંતિમ મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે એક બેંક બનાવવા માટે સરકારે બુધવારે ભારતીય સ્ટેટ બેંક (SBI)માં તેની પાંચ સહયોગી બેંકોના મર્જરને મંજૂરી આપી દીધી છે. સરકારે ભારતીય મહિલા બેંકના મર્જર અંગે હાલમાં કોઈ નિર્ણય કર્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -