કોઈપણ ચીજ MRP થી વધુ ભાવે વેચી તો થશે દંડ, ફરિયાદ મળવા પર સરકાર ઉઠાવશે પગલા, જાણો કેવી રીતે કરશો ફરિયાદ
ખાદ્ય મંત્રાલયનું કહેવુ છે કે, જો કોઇ એમઆરપીથી વધુ કિંમત લે તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. તેણે દુકાનનું નામ અને પ્રોડકટ અંગે વિવરણ દેવુ પડશે. અધિકારી ખુદ જઇને તપાસ કરશે. આ માટે ફરિયાદ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૪૦૦૦ અને ૦૧૧-ર૩૭૦૮૩૯૧ અથવા એસએમએસ ૮૧૩૦૦૦૯૮૦૯ અથવા consumerhelpline.gov.in ઉપર થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની ફરિયાદો મળ્યા બાદ એરપોર્ટ સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્ષ પર નજર રાખવામાં આવી રહી છે કે ચીજો એમઆરપીના ભાવે જ વેચાય છે કે નહી ? સરકારને અનેક ફરિયાદો મળતા પગલા લેવાનુ નક્કી થયુ છે. આ મામલામાં અત્યાર સુધી આવેલી ફરિયાદોના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. પાસવાનનું કહેવુ છે કે દુકાનદાર અને ગ્રાહકે એ બાબતને સમજવી જોઇએ કે આ પ્રકારની ગેરરીતિ કરનારાઓ માટે કાર્યવાહી કરવા આપણી પાસે કાનૂન છે અને યોગ્ય પાવર પણ છે એવામાં જરૂરી છે કે, ગ્રાહક જાગૃત બને અને તેની ફરિયાદ ખાદ્ય મંત્રાલયને કરે. એમઆરપી વધુ લખાયુ હોય તો અમે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. સંબંધિત અધિકારી આ મામલામાં પ્રાઇઝ કેપીંગ કરી શકે છે. ભલે એમઆરપી ગમે તે લખેલી હોય.
એક સવાલના જવાબમાં તેમણે સ્વીકાર્યુ હતુ કે, સિનેમા હોલ, એરપોર્ટ, મોલ બધી જગ્યાએ પેકેજડ્ ફુડ પ્રોડકટને એમઆરપીથી વધુ ભાવે વેચવાની ફરિયાદો મળી છે તેનો મતલબ છે કે આ જગ્યા પર કાયદાનો ભંગ થઇ રહ્યો છે. આ ફરિયાદના આધારે અમે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આ બાબતે પગલા લે.
ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાનના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ કે મલ્ટીપ્લેક્ષની અંદર એમઆરપી અલગ-અલગ રહી ન શકે. જો કોઇ આવુ કરે તો લોકોએ આગળ આવીને ફરિયાદ કરવી જોઇએ. નેશનલ કન્ઝયુમર કોર્ટના અધિકારીઓ સાથે આ બાબતે વાત કરવામાં આવી છે તે પણ એમઆરપીના મામલે ગંભીર છે. આ બારામાં કાનૂન બની ચુકયો છે જે હેઠળ કોઇપણ ચીજનુ વેચાણ એમઆરપીથી વધુ ભાવે થઇ નહી શકે.
નવી દિલ્હીઃ એરપોર્ટ્સ, મલ્ટીપ્લેક્સ અને હોટલ સહિત ઘણાં સ્થળ પર પેક્ડ વોટર બોટલ અને સોફ્ટ ડ્રિંક્સનું વેચાણ MRPથી વધારે કિંમત પર વેચાણ ગરવું અપરાધ છે. તેના માટે સરકારે કાયાકીય કાર્યવાહીની જોગવાઈ કરી છે, જેમાં જેલ અને દંડ જેવી સજા થઈ શકે છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે આવી ફરિયાદ પર અધિકારીઓને તત્કાલ પગલા લેવા આદેશ આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -