Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
હાઇકોર્ટની કેન્દ્રને લપડાક: ડિ-કોલ્ડ અને વિકસ એકશન-પ૦૦ સહિત ૩૪૪ દવાઓ ફરી વેંચાશે
સરકારે આ વર્ષે માર્ચમાં ડિ-કોલ્ડ ટોટલ, કોરકેસ કફ સિરપ, વિકસ એકશન પ૦૦, ક્રોસિન કોલ્ડ અને ફલૂ, ઓફલોકસ અને ડોલો કોલ્ડ જેવી ૩૪૪ દવાઓ પર પ્રતિબંધ મૂકયો હતો. ત્યારબાદથી આ દવાઓ બજારમાં વેચાઇ રહી નહોતી. હવે હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ ફગાવી દીધા બાદ ફરી વેચાણ શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટ ડિ-કોલ્ડ, વિકસ એકશન પ૦૦ એકસ્ટ્રા અને ફોરેકસ કફ સિરપ જેવી ૩૪૪ દવાઓ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધને ફગાવી દીધો છે. હવે ફરીથી આ દવાઓનું વેચાણ શરૂ થશે. ફાર્મા કંપનીઓ દ્વારા પ્રતિબંધ હટાવવા માટે કરવામાં આવેલી 454 જેટલી અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સરકારે દવાઓ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ એકટની જોગવાઇનું પાલન કર્યું નથી. તેના પર સુનાવણી કરીને કેન્દ્ર સરકારની દલીલોને ફગાવીને કહ્યું કે, તેને નિયમોને જાણ્યા વગર તે દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્ર સરકારે આજ વર્ષે ૧૪ માર્ચે આ દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોર્ટે કહ્યું કે સરકારે ૧૦ માર્ચ, ર૦૧૬ના રોજ આ આદેશ આપીને એ નથી જણાવ્યું કે તેની જરૂરીયાત કેટલા પ્રમાણમાં છે.
કોર્ટે કહ્યું કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ એકટના સેકશન ર૬-એ ના જણાવ્યા મુજબ કોઇ પણ દવા પર ત્યાં સુધી પ્રતિબંધ લગાવી શકાય નહીં જયાં સુધી એ સાબિત થાય નહિ કે તેનાથી ઉપભોકતાના સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. દવા કંપનીઓએ અરજીમાં કહ્યું હતું કે સરકારે પ્રતિબંધનો આદેશ આપતા સમયે એકટની આ સેકશનની જોગવાઇનું પલાન કર્યું નથી. કંપનીઓએ કહ્યું કે સરકારે આ દેશને કિલનિકલ ડેટા વગર પાસ કર્યો અને એ પણ વિચાર્યું નહીં કે તેનો વિકલ્પ માર્કેટમાં ઉપલબ્ધ છે કે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -