HDFC બેંકે FD વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો તમને કેટલો ફાયદો થયો?
નવી દિલ્હીઃ એચડીએફસીના ગ્રાહકોને હવે એફડી પર વધારે વ્યાજ મળશે. દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંકે પોતાના ડોમેસ્ટિક, એનઆરઓ અને એનઆરઈ ટર્મ ડિપોઝિટ (5 કરોડ રૂપિયાથી ઓછી)ના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે એક મહિના પહેલા પણ એફડીના વ્યાજ દરમાં ફેરફાર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેંકે હાલમાં જ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વધાર્યો હતો ત્યાર બાદ એચડીએફસી બેંકે વ્યાજ દરમાં વધારવાનો નિર્ણય કર્યો છે. હવે રેપો રેટ 6.5 ટકા અને રિવર્સ રેપો રેટ 6.25 ટકા છે.
જો તમે એક વર્ષ માટે 1 કરોડ રૂપિયાછી ઓછી રકમની એફડી કરાવો છો તો તેના પર હવે તમને 7.25 ટકા વ્યાજ મળશે. પહેલા વ્યાજનો દર 6.85 ટકા હતો. સીનિયર સિટિઝનને 7.75 ટકા વ્યાજ દર મળસે જે પહેલા 7.35 ટકા હતા.
તેવી જ રીતે 3 વર્ષ એક દિવસથી લઈને 5 વર્ષ સુધીની એફડી પર 7.10 ટકા વ્યાજ મળશે જે પહેલા 7 ટકા હતા. જ્યારે આ જ ગાળા માટે સીનિયર સિટિઝનને 7.60 ટકા વ્યાજ મળશે જે પહેલા 7.5 ટકા હતા. એચડીએફસી બેંક પહેલા એસબીઆઈએ 31 જુલાઈના રોજ રિટેલ અને બલ્ક ટર્મ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -