હવે ATMમાં બેલેન્સ ઈન્કવાયરી કરી કે મિનિ સ્ટેટમેન્ટ કાઢ્યું તો પણ લાગશે તોતિંગ ચાર્જ, જાણો બેંકોનો નવો નિયમ

એકિસસ બેંકમાં પ્રથમ પાંચ ટ્રાન્ઝેકશન અથવા ૧૦ લાખ રોકડ જમા સુધી ફ્રી રહેશે. ત્યારબાદ પ્રતિ ૧૦૦૦ રૂપિયા પર ૫ રૂપિયા (ઓછામાં ઓછા ૧૫૦ રૂપિયા) ચાર્જ વસૂલવામાં આવશે.
ICICI મૂળ બ્રાન્ચ સિવાય અન્ય બ્રાન્ચમાં એક મહીનામાં પહેલી વારના ટ્રાન્ઝેકશનને ફ્રી રાખ્યું છે. ત્યારબાદ પ્રતિ ૧૦૦૦ રૂપિયા પર ૫ રૂપિયા ચાર્જ લાગશે. તેના માટે લઘુત્તમ ચાર્જ ૧૫૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.
બેંકોના આ નિર્ણયને ડિજિટલ પેમેન્ટ કેમ્પેઈનને પ્રોત્સાહિત કરનારો માનવામાં આવી રહ્યો છે. ICICI બેન્ક એક મહીનામાં ચાર ટ્રાન્ઝેકશન પર કોઈ ચાર્જ નહીં વસૂલે. ત્યારબાદ પ્રતિ ૧૦૦૦ રૂપિયા પર ૫ રૂપિયા ચાર્જ લાગશે. થર્ડ પાર્ટીની બાબતમાં આ મર્યાદા ૫૦,૦૦૦ સુધીની હશે.
અમુક બેંકોએ ફાઈનાન્શિયલ અને નોન-ફાયનાન્સિયલ ટ્રાન્ઝેકશનને અલગ રાખ્યાં છે, પણ એક નિર્ધારિત મર્યાદાથી વધુ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસૂલવાના નિયમ દરેક પ્રાઈવેટ બેંકે બનાવ્યો છે. વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર નોન ફાયનાન્સિયલ ટ્રાન્ઝેકશન જેવા કે, બેલેન્સ ચેક કરવું, એટીએમનો પાસવર્ડ બદલવો તથા મિની સ્ટેટમેન્ટ કાઢવા પર પણ ૮.૫૦ અલગથી કાપવામાં આવશે.
એટલું જ નહીં ગ્રાહકોએ બેલેન્સ ઈન્કવાયરી અને મિની સ્ટેટમેન્ટ કાઢવાની બાબતમાં પણ સાવધ રહેવું પડશે. કારણ કે, બેંકોની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઓપરેશન્સને લેવડ-દેવડની કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યાં છે.
મુંબઇઃ ATMમાં જઇને વારંવાર રૂપિયા ઉપાડવાની ટેવ ધરાવતા લોકો માટે ખરાબ સમાચાર છે. હવે બેન્કો ફ્રી લિમિટ કરતા વધુ વખત રૂપિયા ઉપાડવા પર તમારી પાસેથી ચાર્જ વસૂલ કરશે. એટલું જ નહીં જો એટીએમમાં જઇને બેલેન્સ ચેક કર્યું અથવા મિનિ સ્ટેટમેન્ટ પણ કાઢશો તો તેનો પણ બેન્કો દ્ધારા ચાર્જ વસૂલવામાં આવશે.
બેન્કોના નવા નિયમ પ્રમાણે, પાંચથી વધુ વખત પૈસા કાઢવા પર પ્રતિ ટ્રાન્જેકશન ૨૦ રૂપિયા ચાર્જ વસૂલવાનો નિમય બનાવ્યો હતો. આગામી એક માર્ચથી એચડીએફસી બેંક, એકિસસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે એક મહીનામાં ચારથી વધુ વખત પૈસા જમા અથવા વિડ્રોઅલ કરવા પર ઓછામાં ઓછો ૧૫૦ રૂપિયા ચાર્જ લગાવવાનું શરૂ કર્યું છે. પ્રાઇવેટ બેન્કો એક માર્ચથી આ નવો નિયમ લાગૂ કરશે.
ભારતીય સ્ટેટ બેન્કના સેવિંગ એકાઉન્ટમાંથી એક મહિનામાં એટીએમમાંથી ત્રણ વખત ફ્રી ટ્રાઝેક્શન કરી શકશો. જો તેનાથી વધુ ટ્રાઝેક્શન કરવા પર પ્રતિ ટ્રાઝેક્શન 50 રૂપિયા અને સર્વિસ ચાર્જ આપવો પડશે. આ નિયમ એપ્રિલ 2017થી લાગૂ કરવામાં આવશે.