Jioને ટક્કર આપવા Idea, Vodafone અને Airtelએ લોન્ચ કર્યા નવા પ્લાન, યૂઝર્સને થશે ફાયદો
સતત 6 મહિના સુધી તમામ સેવા ફ્રીમાં ઉપલબ્ધ કરાવ્યા બાદ રિલાયન્સ જિઓના ગ્રાહકોની સંખ્યા અંદાજે 10 કરોડ સુધી પહોંચી ગઈ છે. હાલમાં જ મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે 1લી એપ્રિલથી તે ડેટા માટે ચાર્જ લેવાનું શરૂ કરશે, પરંતુ કોલિંગ ફ્રી રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલે પણ જિયો પ્રાઈમને ટક્કર આપવા માટે 145 અને 349 રૂપિયાની ઓફર રજૂ કરી છે. આ ઓફર્સ દ્વારા એરટેલ તરફથી 14 જીબી 3જી અથવા 4જી ડેટાની ઓફર આપવામાં આવી રહી છે.
દેશભરમાં ગ્રાહકોને પોતાની ઓફર્સની જાણકારી વોડાફોન મેસેજ મોકલીને આપી રહ્યું છે. ફર્સ્ટ ટાઈમ યૂઝરને કંપની 56જીબી 4જી ડેટા ઓફર કરી રહી છે. તેની સાથે જ 56 દિવસની બેલિડિટીની સાથે અનલિમિટેડની પણ સુવિધા છે. આ સ્પેશિયલ ઓફર 15 માર્ચ સુધી જારી રહેશે.
દેશની અન્ય સૌથી મોટી ટેલીકોમ કંપની વોડાફોન ઇન્ડિયાએ જિયોના 303 રૂપિયાની પ્રાઈમ ઓફરની સામે 342 રૂપિયાની ઓફર રજૂ કરી છે. તે અંતર્ગત કંપની 28 દિવસમાં 28જીબી અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહી છે. કંપનીએ 346 રૂપિયાનો પ્લાન પણ રજૂ કર્યો છે, તે અંતર્ગત 28 દિવસમાં 10 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે.
આઈડિયાએ 348 રૂપિયામાં 28 દિવસ માટે દરરોજ 500MB ડેટા અને અનલિમિટેડ વોયસ કોલ ઓફર આપી રહી છે. કંપની અનુસાર, આ સેગમેન્ટેડ ઓફર છે, જે 4જી હેન્ડસેટ ઉપયોગ કરનારાઓ માટે ખાસ રજૂ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની પ્રાઈમ ઓફરને ટક્કર આપવા દેશની દિગ્ગજ ટેલીકોમ કંપનીઓએ નવી ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરી છે. આ ટેરિફ વોરથી યૂઝર્સને ફાયદો જ ફાયદો થવાનો છે. જણાવીએ કે, વોડાફો અને આઈડિયાએ પોતાના પ્રીપેઈડ ગ્રાહકો માટે ડેઈલી ડેટા બેનિફિટ અને અનલિમિટેડ વોયસ કોલની ઓફર રજૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -