હીરો ઈલેક્ટ્રિકે લોન્ચ કર્યું નવું ઈ સ્કૂટર, કિંમત જાણીને ચોંકી જશો
હાલ દેશમાં હીરો ઈલેક્ટ્રિકના 615 ટચ પોઈન્ટ છે. કંપનીની યોજના વર્ષ 2020 સુધી તેને 1000 કરવાની છે. આ ઉપરાંત કંપનીએ જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમાં દર વર્ષે પાંચ લાખ યુનિટ પ્રોડક્શનનો ટાર્ગેટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહીરો ડેશમાં 28Ah લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. બેટરી ફૂલ ચાર્જ થવામાં 4 કલાકનો સમય લાગશે. આ સ્કૂટરમાં એલઈડી ડીઆરએલ, એલઈડી હેડલાઇટ્સ, ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર, યુએસબી ચાર્જિંગ પોર્ટ, ટ્યૂબલેસ ટાયર જેવી સુવિધા આપવામાં આવી છે.
ગત સપ્તાહે હીરો ઈલેક્ટ્રિકે Optima ER અને Nyx ER સ્કૂટર લોન્ચ કર્યા હતા. જેની કિંમત ક્રમશઃ 68,721 રૂપિયા અને 69,754 રૂપિયા છે. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ થવા પર ઓપ્ટિમા ઈઆર 110 કિલોમીટર અને એનવાઈએક્સ ઈઆર 100 કિલોમીટર સુધી ચાલશે. આ બંને ઈ સ્કૂટરની ટોપ સ્પીડ 42 કિલોમીટર પ્રતિ કલાક છે.
નવી દિલ્હીઃ હીરો ઈલેકટ્રિકે એક નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. હીરો ઈલેક્ટ્રિકે Dash નામથી લોન્ચ કરેલા ઈ સ્કૂટરની કિંમત 62 હજાર રૂપિયા છે. ફૂલ ચાર્જ થયા બાદ આ સ્કૂટર 60 કિલોમીટર દોડતી હોવાનો કંપનીએ દાવો કર્યો છે. હીરો ઈલેક્ટ્રિકે આ સ્કૂટર કોમર્શિયલ વપરાશને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -