દમદાર ફીચર્સ સાથે Kia Seltos SUV ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ
Kia Seltosમાં એન્જિનના ત્રણ વિકલ્પો છે. જેમાં 1.4 લિટર પેટ્રોલ ટર્બોચાર્જ્ડ, 1.5-લિટર પેટ્રોલ અને 1.5 લિટરનું ડીઝલ એન્જિન સામેલ છે. આ ત્રણેય એન્જિન BS-6 નોર્મ્સ અનુસાર છે. Kia Seltosની પ્રારંભિક કિંમત 9.69 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેબિનમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 8 ઈંચની હેડ્સ-અપ ડિસ્પ્લે મળશે. તેમાં 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, 360 ડિગ્રી સરાઉન્ડ કેમેરા ફીચર્સ પણ છે.
Kia Seltos એક કનેક્ટેડ કાર છે જેમાં નેવિગેશન, સેફ્ટી અને સિક્યોરિટી અને રિમોટ કંટ્રોલ જેવા ફીચર્સ સામેલ છે. આ 5 સીટર કાર અંદરથી પ્રીમિયમ લાગે છે.
Kia Seltos બે વેરિએન્ટ Tech Line અને GT Lineમાં ઉપલબ્ધ છે. Tech Line માં પેટ્રોલ અને ડીઝલ એન્જીન ઓપ્શન મળે થે. જ્યારે GT Lineમાં પેટ્રોલ વર્ઝન મળશે. Tech Line વધુ પ્રીમિયમ અને ફેમિલી ઓરિએન્ટેડ સ્ટાઇલથી બનાવવામાં આવી છે. જ્યારે GT Lineની સ્ટાઇલિંગ સ્પોર્ટી છે. જે યૂથને વધુ આકર્ષશે.
Kia Motorsએ નવી Seltos એસયુવી કાર ભારતમાં લોન્ચ કરી દીધી છે. કાર લોન્ચિંગ ઇવેન્ટ પર કંપની બ્રાન્ડ એમ્બેસેડર ટાઈગર શ્રોફ પણ હાજર રહ્યો હતો.
Seltosનો સીધો મુકાબલો Hyundai ક્રેટા, MG Hector અને ટાટાની હેરિયર જેવી એસયૂવી કાર સાથે થશે થશે. Kia સેલ્ટોસ 7 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -