હીરો ઇલેક્ટ્રિકે નવું સ્કૂટર 'ફ્લેશ' લોન્ચ ક્યું, એક વખત ચાર્જ કરવા પર દોડશે 65 કિલોમીટર
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર નિર્માતા હીરો ઈલેક્ટ્રિકે પોતાનું નવું ફ્લેશ સ્કૂટર બજારમાં લોન્ચ કર્યું છે. આ ઈ-સ્કૂટરમાં 250 વોટની મોટર લાગેલ છે જે એક વખત ચાર્જ કરવા પર 65 કિલોમીટર સુધી ચાલે છે. આ સ્કૂટરની કિંમત 19,990 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. કંપનીએ ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, આ ઈ-સ્કૂટર અત્યાધુનિક એન્જિનિયરિંગ અને પર્યાવરણ અનુકૂળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેગાલોય વ્હીલ, ટેલિસ્કોપિક સસ્પેંશન અને સંપૂર્ણ બોડીમાં ક્રેશ ગાર્ડ તેને ચલાવનારામાં તેનું આકર્ષણ વધશે અને દેશમાં ઈ-વાહનો માટે તેની સ્વીકાર્યતામાં ભારે વધારો થશે.
કંપનીનું કહેવું છે કે, દેશમાં સૌથી સસ્તું ટૂ વ્હીલર છે જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવટથી સુસજ્જ હીરો ઇલેક્ટ્રિકના વિશ્વાસ અને ભરોસા સાથે આવે છે. આ સ્કૂટર શોર્ટ સર્કિટ સુરક્ષાથી સુસજ્જ છે અને સીટની નીચે સ્ટોરેજની સુવિધા પણ આપવામાં આવી છે.
આ રેડ-બ્લેક અને સિલ્વર-બ્લેક એમ બે કલરમાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ઈ-સ્કૂટર ચલાવવા માટે કોઈ ડ્રાઈવિંગ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશનની જરૂર નથી પડતી. જેના કારણે આ યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
હીરો ઇલેક્ટ્રિકના વૈશ્વિક મુખ્ય કાર્યકારી અધિકારી સોહિંદર ગિલે જણાવ્યું કે, ફ્લેશ ઈ-મોટોમોબાઇલ ક્ષેત્રમાં ઉપલબ્ધ નવીન અને સૌથી સારી ટેકનિકનું પરિણામ છે. તેનું વજન માત્ર 87 કિલો છે, જેના કારણે તેને વધારે ગતિ મળવામાં મદદ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -