Heroએ i3s ટેકનીક સાથે રજૂ કરી HF Deluxe, દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 46,630 રૂપિયા
આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સ સાથે સજ્જ કરવામાં આવ્યું છે. આ 8,000 આરપીએમ પર 8.25 BHPનો પાવર જનરેટ કરે છે. જ્યારે 5,000 આરપીએમ પર તે 8.05 Nm ટોર્ક જનરેટ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્જિનની વાત કરીએ તો જૂની HF Deluxeમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવી બાઈકને BS-IV એમિશન નોર્મ્સ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. હીરો HF Deluxe i3sમાં 97.2ccનું સિંગલ સિલિન્ડરવાળું એર કૂલ્ડ એન્જિન લાગેલ છે.
હીરો દ્વારા વિકસિત i3s ટેકનીકનો સૌથી મોટો ફાયદો શહેરની ભીડભાડવાળા વિસ્તારમાં બાઈક ચલાવવામાં સરળતા રહે છે. આ સિસ્ટમથી બાઈક થોડો સમય સુધી ઉભી રાખવા પર આપોઆપ બંધ થઈ જાય છે અને બાદમાં સ્ટાર્ટ થઈ જાય છે. જ્યારે બાઈક ન્યૂટ્રલ ગિયરમાં હોય છે તો એન્જિન ખુદ જ બંધ થઈ જાય છે. અને જ્યારે બાઈક ચાલક ક્લચ દબાવે છે તો એન્જિન ફરી ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને રાઈડર બાદમાં બાઈકને કોઈપણ ગિયરમાં ફરીથી ડ્રાઈવ કરી શકે છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી મોટરસાઈકલ નિર્માતા કંપની હીરો મોટોકોર્પે પોતાની સસ્તી બાઈક HF Deluxeને i3s ટેકનીકની સાથે લોન્ચ કરી છે. હીરો દ્વારા વિકસિત કરવામાં આવેલ i3s ટેકનીકનો મતલબ છે 'આઈડલ સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમ'. તે પહેલા કંપની પોતાની સ્પ્લેન્ડર બાઈકની સાથે આ ટેકનીકને રજૂ કરી ચુકી છે. દિલ્હીમાં આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 46,630 રૂપિયા રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -