સરકારે ખાદી ઉદ્યોગ માટે બનાવી નવી યોજના, 5 વર્ષમાં આપશે 5 કરોડ લકોને રોજગાર
ખાદી ગ્રામોદ્યોગે ખાદી કપડાના સંયુક્ત રીતે સંવર્દન માટે ખાનગી ક્ષેત્રની કંપનીઓ અરવિંદ, રેમેન્ડ અને અન્યની સાથે પણ ભાગીદારી કરી છે. તેની પાછળનો ઉદ્દેશ કપડાને વિશેષ રીતે યુવાઓ અને કંપનીઓની વચ્ચે પ્રચલિત કરવાનો છે. સિંહે કહ્યું કે, ખાદીના વાતાવરણ અનુકૂળ અને ગુણવત્તાવાળા કપડાને બજારમાં ઉતારવા માટે ફેશન ડિઝાઈનરોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, એમએસએમઈ મંત્રાલય ખાદી ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. કેયર ઉદ્યોગ (નારિયેળના રેશા)ની સાથે સાથે ખાદી ઉદ્યોગ સરકારના એજન્ડમાં સૌથી ટોચ ઉપર છે. સિંહે કહ્યું કે, અનેક યોજનાઓ જેમ કે વ્યાજમાં છૂટ આપવી, બજાર સુધારા અને વિકાસ યોજના અંતર્ગત નાણાંકીય મદદ, ક્લસ્ટર આધારિત વિકાસની તક અને તેની સાથે જ નવી ડિઝાઈનને પ્રોત્સાહન આપતા સાર્વજનિક-ખાનગી ભાગીદારી યોજનાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય એમએસએમઈ મંત્રીએ રેમન્ડના ખાદી કાર્યક્રમના અવસર પર અલગથી વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, હાલમાં ખાદી કુલ કપડા ઉદ્યોગના એક ટકાથી પણ ઓછી છે પરંતુ વિતેલા બે વર્ષ દરમિયાન કરવામાં આવેલ પ્રયત્નો દ્વારા ખાદી ઉદ્યોગનો કારોબાર 2014ના 35,000 કરોડથી વધીને 52,000 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે.
એમએસએમઈ રાજ્યમંત્રીએ કહ્યું કે, મંત્રાલય ખાદી સ્ટોર નેટવર્કનું વિસ્તરણ કરવા પર પણ વિચાર કરી રહી છે. ખાદી ઉત્પાદનોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વેચાણ માટે ભાગીદારી અને જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કેવીઆઈસી પોતાના પૂરા કામકાજનું ડિજિટલીકરણ કરાવવા પર પણ ધ્યાન આપી રહી છે જેથી દસ્તાવેજી કામ ઓછામાં ઓછું કરી શકાય.
મુંબઈઃ સરકારની ખાદી ઉદ્યોગમાં આવતા પાંચ વર્ષમાં પાંચ કરોડ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવાવની યોજના છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ) રાજ્યમંત્રી ગિરિરાજ સિંહનું કહેવું છે કે, અમે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)માં સૌર ઉર્જાથી ચાલતા ચરખા લાવાવનીયોજના બનાવી છે જેથી આ ક્ષેત્રમાં આવતા પાંચ વર્ષ દરમિયાન પાંચ કરોડથી વધારે લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -