Heroએ BS-IV એન્જિન સાથે લોન્ચ કર્યું પ્લેઝર સ્કૂટર, સાથે જ મળશે આ નવા ફીચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In App102cc એન્જિનવાળું આ સ્કૂટર 7પીએસ પાવર અને 8.1Nm ટોર્ક જનરેટ કરે છે. જેની વધુમાં વધુ સ્પીડ 77 કિલોમીટર પર અવર છે. સસ્પેંશનની વાત કરીએ તો ફ્રન્ટમાં સ્પ્રિંગ લોડેડ હાઈડ્રોલિક ડમ્પર અને રિયર સસ્પેંશન સિંગલ યૂનિટ સ્વિંગ સ્પ્રિંગ લોડેડ છે. મુંબઈમાં તેની ઓન રોડ પ્રાઈસ 65140 રૂપિયા છે જે બીએસ3 એન્જિનવાળા સ્કૂટર કરતાં અંદાજે 1000 રૂપિયા મોંઘી છે. સ્કૂટરની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
તેની સાથે જ નવા પ્લેઝરમાં 6 કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. આ કલર છે પર્લ વ્હાઈટ, મેટ ગ્રે, બોલ્ડ બ્લેક, ફિયરી રેડ, મેટ ગ્રે વિથ રેડ, મેટ ગ્રે વિથ વ્હાઈટ અને મેટ ગ્રે વિથ યેલો. સાથે જ નવા પ્લેઝરમાં ટ્યૂબલેસ ટાયર, મોબાઈલ ચાર્જિંગ સોકેટ અને લગેજ બોક્સની અંદર બૂટ લાઈટ આપવામાં આવ્યા છે.
નવું પ્લેઝર સ્કૂટર આમ તો જૂના સ્કૂટર જેવું જ છે, પરંતુ તેમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. સાઈડ સ્ટેન્ડથી થનારી દુર્ઘટનાઓથી સુરક્ષા માટે નવા પ્લેઝરમાં સાઈડ સ્ટેન્ડ ઇન્ડીકેટર આપવામાં આવ્યું છે. જે એક ઈગ્નીશન ઓન હોવા પર સાઈડ સ્ટેન્ડ લાગેલ હશે તે અંગે સૂચના આપશે.
નવું પ્લેઝર અનેક આકર્ષક રંગમાં ઉપલબ્ધ છે. સાથે જ હવે નવા પ્લેઝરમાં ઓટોમેટિક હેડલેમ્પ ઓન (એએચઓ) જેવા નવા ફીચર પણ આપવામાં આવ્યા છે. BS-IV એન્જિનવાળા પ્લેઝર સ્કૂટરની મુંબઈમાં એક્સ શોરૂમ કિંમત 53,800 રૂપિયા રાખવામાં આવી છે.
કંપનીએ આ પહેલા માએસ્ટ્રો એજ અને ડુએટ સ્કૂટર્સના એન્જિનને બીએસ4માં અપડેટ કર્યા બાદ હવે પોતાના સૌથી લોકપ્રિય સ્કૂટર પ્લેઝરનું અપડેટ વર્ઝન લઈને આવી છે. કંપનીએ પ્લેઝરને બીએસ 4માં અપડેટ કરવાની સાથે જ તેમાં અનેક કોસ્મેટિક ફેરફાર કર્યા છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા બીએસ 3 માપદંડવાળા વાહનોના ઉત્પાદન પર પ્રતિબંધ લગાવ્યા બાદ કંપનીઓ ઝડપતી પોતાની પ્રોડક્ટને બીએસ4માં અપગ્રેડ કરી રહી છે. દેશની સૌથી મોટી ટુવ્હીલર કંપની હીરોએ પણ પોતાના સ્કૂટર્સને બીએસ4 માપદંડો અનુરૂપ લોન્ચ કરવા પર ઝડપથી કામ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -