GST Effect: હીરો મોટોકોર્પે મોટરસાઈકલની કિંમતમાં કર્યો ધરખમ ઘટાડો, ગ્રાહકોને આપી રહી છે GSTનો લાભ

વાસ્તવિક લાભ જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ છે જીએસટી અને જીએસટીના પહેલાના રેટ પર આધાર રાખે છે. કેટલીક મોંઘી શ્રેણીના મોડલની કિંમતમાં પણ 4,000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
કંપનીના નિવેદન અનુસાર, હરિયાણા જેવા એક અથવા બે રાજ્યમાં કેટલાક મોડલની કિંમત વધી શકે છે. તેનું કારણ જીએસટી પહેલાના રેટ ઓછા હોવાનું છે. કંપની જુદી જુદી બાઈક્સ વેચે છે જેની કિંમત 40,000 રૂપિયાથી લઈને 1.1 લાખ રૂપિયા સુધી છે. આ પહેલા શનિવારે કાર બનાવતી કંપની મારુતિ, સુઝુકી, ટોયોટા કિર્લોસ્કર, જેએલઆર અને બીએમડબલ્યૂએ જુદા જુદા મોડલની કિંમત 2,300 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટૂવ્હીલર કંપની હીરો મોટોકોર્પે પોતના કેટલાક મોડલ્સની કિંમતમાં 4,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. ગ્રાહકોને જીએસટીનો લાભ આપવાના ઉદ્દેશથી કંપનીએ આ નિર્ણય કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, સૌથી વધુ વેચાતા મોડલની કિંમતમાં 400થી 1800 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.