જીએસટીના કારણે કઈ કારના ભાવમાં કેટલો ઘટાડો થયો ? જાણો વિગત
મર્સિડિઝ ઇ-ક્લાસની કિંમતમાં પણ 2 લાખ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ 1,જૂલાઇના રોજ સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થઇ જતાં નાની કારમાં ઘટાડો થયો છે. જીએસટી લાગુ થયા બાદ સ્વિફ્ટ ડિઝાયર, i20 એલિટ જેવી નાની કારો 6500થી લઇને 15000 રૂપિયા સુધી સસ્તી થશે. ટોયોટાએ પોતાની ફોચ્યુનર કારની કિંમતમાં 2.57 લાખથી વધુનો ઘટાડો કર્યાની જાહેરાત કરી છે. મારૂતિએ જીએસટીનો લાભ ગ્રાહકોને પહોંચાડવા માટે પોતાની કારોમાં ઘટાડો કર્યો હતો. તે સિવાય અન્ય કંપનીઓએ પણ પોતાની કારોમાં ઘટાડો કર્યો છે. સુઝુકી નેક્સાની બલેનો કારમાં પણ 6600થી લઇને 13100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઉપરાંત જગુઆર લેન્ડ રોવરની કિંમતોમાં પણ સાત ટકાનો ઘટાડો કર્યાની જાહેરાત કરવામાં આવી છે.
Discovery sport ની કિંમતમાં 3.76 લાખ રૂપિયાથી માંડીને 4.12 લાખ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
જગુઆર XJ 2ltr (P)ની કિંમતમાં 5.07 લાખ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઓડી Q7ની કિંમતમાં પણ 2.78 લાખ રૂપિયાથી માંડી 3.11 લાખ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઓડી A3ની કિંમતમાં પણ 45,000 રૂપિયાથી માંડીને 51000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મર્સિડિઝ CLAની કિંમતમાં પણ 1.1 લાખ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મારુતિ-સુઝુકી વિટારા બ્રિઝાની કિંમતમાં પણ 10,400થી લઇને 14,700 રૂપિયાનો ઘટાડો થયો છે.
મારૂતિ સિયાઝની કિંમતમાં પણ 13200થી માંડી 23400નો ઘટાડો કરવામાં આવ્યો છે.
મારૂતિએ સ્વિફ્ટ કારમાં 6700થી લઇને 10,700 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મારુતિ અલ્ટોની કિંમતમાં 2300થી લઇને 5400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -