હવે ઘરે બેઠા મળશે ડીઝલ, આ કંપનીએ શરૂ કરી હોમ ડિલિવરી
મુંબઈઃ હવે તમને ઘરે બેઠા ડીઝલ પણ મળશે. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશનની જેમ હિન્દુસ્તાન પેટ્રોલિયમે પણ ડીઝલની હોમ ડિલીવરી શરૂ કરી છે. આ સુવિધા હાલ માત્ર મુંબઈ પૂરતી શરૂ કરવામાં આવી છે. ધીમે ધીમે દેશના અન્ય શહેરોમાં પણ શરૂ કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએચપીસીએલ ગ્રાહકોના ઘર સુધી ડીઝલની ડિલિવરી એક મધ્યમ આકારના ફ્યૂલ ટેન્કરની મદદથી કરશે. તેના પર ડીઝલ ડિસ્પેંસર લાગેલું હશે. મોલ, ફેક્ટરી કે અન્ય કમર્શિયલ જગ્યાએ જે લોકો વધારે માત્રામાં ડીઝલનો ઉપયોગ કરતા હશે તેમને આ સુવિધા મળી શકશે. સામાન્ય ગ્રાહકોને ઘરે ડીઝલ મંગાવવાની સુવિધા નહીં મળે.
જે ગ્રાહકો પેટ્રોલ પંપથી બેરલમાં ડીઝલ ખરીદતા હતા તેમને આનાથી સૌથી વધારે ફાયદો થશે. આ સુવિધાથી ગ્રાહકોના સમયની બચત થશે. આ ઉપરાંત વધારાનો ખર્ચ પણ બચી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -