Honda Grazia સ્કૂટર ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને ફિચર્સ
આ સ્કૂટરમાં ડિજિટલ ડિસ્પ્લેની સાથે રીવાઇઝ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કોનસોલ છે જે હોન્ડાના હાલના મોડલ્સથી થોડાક અલગ છે. લેફ્ટ હેન્ડ સાઇટ પર નાનકડી સ્ટોરેજ સ્પેસ છે.
હોન્ડા Graziaમાં એલોય વ્હીલ્સ, કોમ્બી બ્રેકિંગ સિસ્ટમની સાથે ફ્રન્ટ ડિસ્ક બ્રેક, ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોકર્સ અને ડ્યુઅલ પેઇન્ટ સ્કીમનો યૂઝ કરવામાં આવ્યો છે.
હોન્ડા Graziaમાં એલઇડી હેડલેમ્પ અને ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરને સામેલ કરવામાં આવ્યું છે. જે સ્પીડોમીટર, ટ્રિપ મીટર, ઓડોમીટર, ફ્યૂઅલ ગેગ, ક્લોક અને ટેકોમીટર દર્શાવે છે. આ સ્કૂટરમાં 3 સ્ટેપ ઇકો સ્પીડ ઇન્ડિકેટર પણ છે આ ઉપરાંત, સ્કૂટરના ઇન્ટિરીયર પેનલમાં નાની સ્ટોરેજ સ્પેસ અને યૂએસબી ચાર્જિંગ પોઇન્ટ પણ છે.
હોન્ડાના બીજા સ્કટૂર્સની જેમ આ સ્કૂટરને પણ હોન્ડા ઇકો ટેક્નોલોજીની સાથે રજૂ કરવામાં આવ્યું છે. જે એન્જિનમાં ફ્રિક્શનને ઘટાડવાની સાથે ફ્યૂઅલ એફિસિઅન્સી વધારે છે.
નવા હોન્ડા Graziaમાં 124.9 સીસી એર કૂલ્ડ, 4 સ્ટ્રોક એન્જિન છે, જે એક્ટિવા 125માં લાગેલું છે. તેનો પાવર પણ 8.25 બીએચપી અને ટોર્ક 10.54 એનએમ છે. આ સ્કૂટરને CVT ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે રજૂ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ Honda મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ પોતાનું નવું સૂક્ટર Grazia લોન્ચ કર્યું છે. તેની કિંમત 57,897 (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. આ 125સીસી સ્કૂટર છે. આ સ્કૂટરને યંગ અને શહેરી વિસ્તારના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેના કારણે તેને પ્રિમિયમ બનાવવામાં આવ્યું છે અને તેમાં મોડર્ન ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.