Hondaએ રજૂ કરી રાઈડિંગ અસિસ્ટ ટેક્નોલોજી, રાઈડરે નહીં કરવી પડે બાઈક બેલેન્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપણ એટલું ચોક્કસ છે કે, હોન્ડાની પાસે આ ટેક્નોલોજી છે, તો શક્યતા છે કે આગલ ચાલીને તે હોન્ડાની અન્ય બાઈકમાં જોવા મળી શકે છે.
સેલ્ફ અસિસ્ટિડ કાર તો આપણે પહેલા પણ જોઈ ગયા છે, આ વખતે આ ટેક્નોલોજી આધારિત બાઈક જોવા મળી છે. હાલમાં એ જાણવા નથી મળ્યું કે હોન્ડા આ ટેક્નોલોજી પર આગળ ચાલીને બાઈક બનાવશે કે નહીં.
બાઈક ચાલતી ન હોય અને ઉભી હોય ત્યારે પણ કોઈ ટેકાની જરૂર નહીં પડે. હોન્ડાએ આ ટેક્નોલોજીને Honda UNI-CUB બનાવતા ડેવલપ કરી છે.
વર્ષ 2017માં હોન્ડાઈ સીઈેસમાં પોતાની રાઈડિંગ અસિસ્ટ ટેક્નોલોજીને શોકેસ કરી. સેલ્ફ બેલેન્સિંગ બાઈકને ચલાવતા સમયે રાઈડરે બેલેન્સ જાળવવું નહીં પડે.
લાસ વેગાસઃ લાસ વેગાસમાં ચાલતા કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઈએસ)માં હોન્ડાએ રાઈડિંગ અસિસ્ટ ટેક્નોલોજીને શોકેસ કરી. આ ટેક્નોલોજી મોટરસાઈકલને સેલ્ફ બેલેન્સિંગ આપે છે. તેને સરળ ભાષામાં કહેવું હોય તો આ બાઇકને ચલાવતા સમયે તમારે બેલેન્સ કરવાની જરૂરત નહીં રહે. એટલું જ નહીં ઉભી હશે ત્યારે તમારા અથવા સ્ટેન્ડની પણ જરૂર નહીં પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -