Vodafone માત્ર 16 રૂપિયામાં આપશે અનલિમિટેડ 4G ડેટા, 7 રૂપિયામાં કરી શકાશે અનલિમિટેડ કોલ્સ
વોડાફોન ઇન્ડિયાએ ઉત્તરાખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પોતાની વોડાફોન સુપરનેટ-4જી સેવા શરૂ કરી છે. દેહરાદુન, હરિદ્વાર, અલીગઢ, નૈનીતાલ અને અન્ય મુખ્ય વ્યાપારિક, પર્યટન અને શૈક્ષણિક કેન્દ્રોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, માર્ચ 2017 સુધી વોડાફોનની 4જી સેવા ક્ષેત્રના અન્ય મુખ્ય નગર અને શહેરમાં શરૂ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત Vodafoneએ અનલિમિટેડ કોલિંગ પ્લાન પણ રજૂ કર્યો છે. જેમાં 499 રૂપિયાના માસિક પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગ કરી શકાશે. તેની સાથે જ તમને 2જીબીનો વધારાનો ડેટા પણ મળશે. ઉલ્લેખનીય છે કે, વોડાફોને રેડ પ્લાન 499થી શરૂ થાય છે. પહેલા 499 રૂપિયાના પ્લાનમાં દર મહિને 1 જીબી 3જી અથવા 4જી ડેટાનીસાથે 700 મિનિટ લોક અને નેશનલ કોલ અને 500 એસએમએસ મળતા હતા.
વોડાફોન ઇન્ડિયાના મુખ્ય કમર્શિયલ ઓફિસર (સીસીઓ) સંદીપ કટારિયાએ કહ્યું કે, સુપરઅવર અંતર્ગત તમે એક કલાક સુધી નક્કી કિંમત પર અનલિમિટેડ ડેટાનો ઉપયોગ અને ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત ગ્રાહક વોડાફોનથી વોડાફો પર એક કલાક સુધી અનલિમિટેડ કોલ માટે સાત રૂપિયાનું પેક લઈ શકે છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ ઓપરેટર વોડાફોને શુક્રવારે સુપરઅવર સ્કીમની જાહેરાત કરી. તે અંતર્ગત યૂઝર્સને માત્ર 16 રૂપિયાની શરૂઆતની કિંમત પર એક કલાક સુધી અનલિમિટેડ 3જી અથવા 4જી ડેટા મળશે. ઉપરાંત વોડાફોનના નેટવર્કમાં જ 7 રૂપિયામાં અનલિમિટેડ વોયસ કોલ્સની ઓફર પણ કરી છે. તેની વેલિડિટી એક કલાક રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -