નવા વર્ષે મોંઘી થઈ જશે આ કાર, જાણો કેટલી વધશે કિંમત
મારુતિ, સુઝુકી, હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ, મર્સીડીઝ બેન્ઝ, જેએલઆર અને ઓડીના પ્રવક્તાઓએ કહ્યું કે, કારની કિંમત વધારાની તેમની કોઈ યોજના નથી. સ્કોડાની પેરન્ટ ફોક્સવેગન પણ કિંમત વધારવા મુદ્દે વિચારી રહી છે, પરંતુ એ નક્કી નથી કર્યું કે કિંમત કેટલી વધારશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇસિજૂ મોટર્સ 15,000 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધી કિંમત વધારી શકે છે.
હોન્ડા કાર્સ ઇન્ડિયાએ કહ્યું કે તે 1-2% અથવા 25000 રૂપિયા સુધી વધારો કરશે.
સ્કોડા ઓટોએ 2-3 ટકા એટલે કે અંદાજે 14000થી 15000 રૂપિયા સુધી કિંમત વધારવાની જાહેરાત કરી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કહ્યું કે તે 7 હજારથી 30 હજાર રૂપિયા સુધીનો વધારો કરી શકે છે.
ટોયોટા કિર્લોસ્કર મોટર 3 ટકા કિંમત વધારશે. તેના કારણો મોડલ પ્રમાણે કિંમત 5000થી લઇને 1.10 લાખ રૂપિયા સુધી વધી શકે છે.
જાન્યુઆરીમાં કાર મોંઘી થવાની છે. અનેક કંપનીઓ જુદા જુદા મોડલના કિંમતમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. તેમનું કહેવું છે કે, વધતી ઇનપુટ કોસ્ટને કારણે કિંમતમાં વધારો કરવો પડશે. કિંમત વધારવાની યોજના બનાવી રહેલ કંપનીઓએ કેટલા ટકા વધારો કરશે તે કહ્યું છે જ્યારે કેટલીક કંપનીઓએ વધારાનો આંકડો રૂપિયામાં આવ્યો છે. આવો જાણીએ કઈ કંપનીની કાર કેટલી મોંઘી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -