ઘર બેઠે પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ખોલાવો Account, આ છે પ્રોસેસ
નોંધનીય છે કે, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમાં તમે બચત ખાતાની સાતે સાથે ચાલુ ખાતું પણ ખોલાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંકના પ્રતિનિધિ તમારા ઘરે આવે એટલે તમારે તમારો એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર આપવાનો રહેશે. ઉપરાંત તમારી પાસે વિકલ્પ છે કે તમે તમારો QR કોડ પણ બતાવી શકો છો. ત્યાર બાદ તમે ડોરસ્ટેપ બેન્કિંગ લિસ્ટમાં સામેલ જે પણ સેવાનો લાભ લેવા માગો છો તેનો લાભ લઈ શકો છો.
નવી દિલ્હીઃ આજે નરેન્દ્ર મોદી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક લોન્ચ કરશે. પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં તમને ખાતા પર વ્યાજ મળવાની સાથે સાથે તમને ઘર બેઠે બેન્કિંગ સુવિધાનો લાભ પણ મળશે. તેનો મતલબ એ થયો કે તમારે ખાતું ખોલાલવા માટે બ્રાન્ચ પર જવું નહીં પડે પણ ઘર બેઠે જ તમારું ખાતું ખુલી જશે. આગળ વાંચો પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ઘર બેઠે ખાતું ખોલાવવાની શું છે પ્રોસેસ....
ઇન્ડિન પોસ્ટ પેમેન્ટ્સ બેંકની ઘર બેઠે સુવિધાનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે છે પછી ભલે તમે બેંકના ગ્રાહકો હોય કે પછી પ્રથમ વખત ખાતું ખોલાવતા હોય. ડોરસ્ટેપ બેન્કિંગનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા 155299 ટોલ ફ્રી નંબર પર કોલ કરવાનો રહેશે.
આ નંબર પર કોલ કરવાની સાથે જ તમારે અપોઇન્ટમેન્ટ ફિક્સ કરવાની રહેશે. જેવી તમારી અપોઈન્ટમેન્ટ ફિક્સ થઈ જશે કે તમારા મોબાઈલ નંબર પર એક SMS કન્ફર્મેશન આવી જશે. ત્યાર બાદ તમારે બેંકના પ્રતિનિધિ સાથે પણ અપોઈન્ટમેન્ટ માટે આપવામાં આવેલ સમય સહિત અન્ય વસ્તુઓ કન્ફર્મ કરવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -