આજે લોન્ચ થશે પોસ્ટ પેમેન્ટ્સ બેંક, આ 6 કામ ઘર બેઠે થશે
પરંતુ જો તમે રોકડ ઉપાડ કે રોકડ જમા કરાવવા માગો છો તો તેના માટે તમારે 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્સન ચાર્જ આપવો પડશે. ઉપરાંત પોસ્ટ પેમેન્ટ બેંકની સાઈટ અનુસાર મની ટ્રાન્સફર કરવા માટે તમારે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવું ખાતું ખોલાવવા માટે તમારે કોઈ ચાર્જ નહીં આપવો પડે. પરંતુ અન્ય ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો લાભ ઘર બેઠે મેળવો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 15 રૂપિયા ચાર્જ આપવો પડશે.
પોસ્ટ પેમેન્ટ્સ બેંક અનુસાર સાત દિવસ ચોવીસ કલાક કોઈપણ મુશ્કેલી વગર ફન્ડ ટ્રાન્સફર કરી શકાય છે. બેંક અનુસાર ડોર સ્ટેપ બેન્કિંગની યાદીમાં આ સેવા પણ સામેલ છે. તમને ક્યૂઆર કોડ જારી કરવા માટે પણ ડોરસ્ટેપ બેન્કિંગની સેવા આપવામાં આવશે. ઉપરાંત પાન કાર્ડ અને નોમિનેશન ડિટેલ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ સહીત અન્ય કેટલાક કામ તમે ઘર બેઠે કરી શકશો.
નવી દિલ્હીઃ આજે પ્રધાનમંત્રી મોદી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન્ચ કરશે. આ પોસ્ટ પેમેન્ટ્સ બેંક શહેરી વિસ્તારની સાથે સાથે દુરના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ પોતાની સેવા આપશે. આ બેંકની એક સુવિધા એવી છે જે તેને અન્ય પેમેન્ટ્સ બેંકથી અલગ બનાવે છે અને તે છે ડોર સ્ટેપ બેન્કિંગ. એટલે કે બેન્કિંગ સાથે જોડાયેલ તમારા કામ માટે તમારે બ્રાન્જ જવાની જરૂર નથી પરંતુ ખુદ બેંક તમને ઘર બેઠા સેવા આપશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક તમને 6 પ્રકારની બેન્કિંગ સેવા ઘર બેઠે ઉપલબ્ધ કરાવશે. આગળ વાંચો કઈ કઈ સેવાનો લાભ તને ઘર બેઠે મળશે....
પોસ્ટ પેમેન્ટ બેંકમાં તમે ઘર બેઠે ખાતું ખોલાવી શકો છો. તેના માટે તમારે માત્ર 155299 ટોલ ફ્રી નંબર પર કોલ કરવાનો રહેશે. તેના માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. ઉપરાંત જો તમે તમારા ખાતામાં રકોડ જમા કરાવવા માગો છો કે ઉપાડવા માગો છો તો આ કામ પણ તમે ઘર બેઠે કરી શકશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -