હ્યુન્ડાઈએ આ કારમાં ઉમેર્યા નવા ફીચર્સ, મળી રહ્યો છે 95,000 રૂપિયા સુધીનો ફાયદો
ગ્રાન્ડ આઈ10માં 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. 6,000 rpm પર 83 psનો પાવર જનરેટ કરે છે. જ્યારે 1.2 લીટર ડીઝલ એન્જિન 4,000 rpm પર 75 psનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન એક્સેંટમાં પણ આપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહ્યુન્ડાઈ એક્સેન્ટની વાત કરવામાં આવે તો કંપનીએ તેના SX અને SX(O)માં રિયર સ્પોઇલર, એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે આઇબ્લૂ એપ તથા વાયરલેસ ચાર્જિંગ જેવી સર્વિસ ઉમેરવામાં આવી છે.
ગ્રાન્ડ આઈ10 મેગ્નામાં બહારની તરફ રુફ રેલ અને સાઇડમાં મોલ્ડિંગ જોડવામાં આવ્યું છે. ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો તેમાં 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને હ્યુન્ડાઇ આઇબ્લૂ એપ પણ મળશે. ગ્રાન્ડ આઈ10 Sportz વેરિયન્ટમાં હલે એલઈડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ અને રિયર સ્પોઇલર મળશે. ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો તેમાં રિયર એસી વેંટ ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત ટચસ્ક્રીન ઈનફોટેનમેન્ટ સિસ્ટમને અપડેટ કરીને આઈબ્લૂ એપ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ હ્યુન્ડાઈએ તેની લોકપ્રિય કાર Grand i10 અને Xcentમાં નવા ફીચર્સનો ઉમેરો કર્યો છે. હરિફ કાર કંપનીઓને ટક્કર આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ ગ્રાન્ડ આઈ 10ના મિડ વેરિયન્ટ્સ અને એક્સેન્ટના ટોપ વેરિયન્ટ્સને એપડેટ કર્યા છે. આ અપડેટ કારના ઈન્ટીરિયરની સાથે સાથે એક્સટીરિયરમાં પણ જોવા મળશે.
હ્યુન્ડાઇ આ બંને કાર પર ઓફર પણ આપી રહી છે. ગ્રાન્ડ આઈ10ના પેટ્રોલ વેરિયન્ટ પર 65,000 રૂપિયા સુધીના ફાયદો અને ડીઝલ વેરિયન્ટ પર સ્પેશિયલ ઓફર્સ મળી રહી છે. હ્યુન્ડાઇ એક્સેન્ટના પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટ પર 95,000 રૂપિયા સુધીનો ફાયદો આપવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -