હ્યુન્ડાઈએ એલીટ i20નું ઓટોમેટિક વેરિઅન્ટ કર્યું લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ
આ પાવરફુલ એન્જિનની સાથે કંપની ફોર્ડ ફીગો 1.5 ઓટોમેટિક, ફોક્સવેગન પોલો 1.2 જીટી, હોન્ડા જાજ સીવીટી અને ટૂંકમં લોન્ચ થનારી મારુતિ સુઝુકી બલેનો આરએસ સાથે સ્પર્ધાની તૈયારી કરી રહી છે. ઉપરાંત કંપનીએ એરબેગની સંખ્યા વધારીને ગ્રાહકોને વધુમાં વધુ સેફ્ટી ફીચર આપવાનો પ્રયત્ન કર્યો છે.
હ્યુન્ડાઈ ઇન્ડિયાએ તહેવાને ધ્યાનમાં રાખને એલીટ આઈ20નું ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિઅન્ટ રજૂ કર્યું છે. કંપનીએ આઈ20માં 1.4-લિટર પેટ્રોલ એન્જિનની સાથે 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. ઉપરાંત Asta (O) ટ્રિમના મેન્યુઅલ પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટમાં પણ હવે 6-એરબેગ મળશે.
કારમાં લાગેલ એન્જિન 98 બીએચપીનો પાવર અને 132Nmનો ટોર્ક જનરેટ કરે છે. કારમાં 4-સ્પીડ કન્વર્ટર લાગેલ છે જેનો ઉપયોગ કંપની વર્ના 4એસ અને ગ્રાન્ડ આઈ10માં પણ કરે છે.
હ્યુન્ડાઈ આઈ20 Asta (O) પેટ્રોલની કિંમત 7.75 લાખ રૂપિયા અને ડીઝલ વેરિઅન્ટની કિંમત 8.99 લાખ રૂપિયા (તમામ કિંમત દિલ્હી એક્સ શોરૂમ) રાખવામાં આવી છે. આ બન્ને કારની કિંમત હાલની કારની કિંમત કરતાં 15 હજાર રૂપિયા છે.
હ્યન્ડાઈ એલીટ આઈ20 Asta (O) પેટ્રોલની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 7.75 લાખ રૂપિયા રાખવામાં આવી છે જ્યારે Asta ડીઝલની એક્સ શોરૂમ કિંમત 8.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ આ કાર માત્ર Magna ટ્રિમમાં ઉપલબ્ધ હશે જેની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 9.01 લાખ રૂપિયા રાખવામાં આવી છે. હ્યુન્ડાઈ એલીટ આઈ20નું આ વેરિઅન્ટ 12 સપ્ટેમ્બરતી વેચાણ માટે ઉપલબ્ધ હશે.