રિલાયન્સ Jio અને BSNL વચ્ચે થયો કરાર, રોમિંગ દરમિયાન ગ્રાહકોને થશે ફાયદો
જ્યારે રિલાયન્સ જિઓના મેનેજિંગ ડાયરેક્ટર સંજય મશ્રુવાલાએ કહ્યું કે, નેટવર્કના મામલે બીએસએનેલ ગ્રામીણ ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવે છે જેનો ફાયદો અમારા ગ્રાહકોને મળશે. રોમિંગના સમયે આ એગ્રીમેન્ટ અમારા માટે ફાયદાકારક છે. ગ્રાહકોને નેટવર્ક સંબંધિત સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે અને તે સંપર્કમાં રહેવાની સુવિધાનો લાભ લઈ શકશે. રિલાયન્સ જિઓ પોતાના ગ્રાહકો માટે નવી જનરેશનનું નેટવર્ક સ્થાપિત કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે વધુમાં જણાવ્યું કે, 3 મહિનાની અંદર અમે અમારા નેટવર્કને અપગ્રેડ કરીશું. તેમણે કહ્યું કે, બીએસએનએલના એવા ગ્રાહકોને આ કરારથી ફાયદો થશે કે જેમની પાસે 4G હેન્ડસેટ હશે. તેઓ રિલાયન્સ જિયોની 4G સર્વિસનો ઉપયોગ કરી શકશે.
નવી દિલ્હીઃ બીએસએનલ અને રિલાયન્સ જિઓએ ઇન્ટ્રા સર્કલ રોમિંગ (ICR) એગ્રીમેન્ટ કરાર કર્યાછે. આ એગ્રીમેન્ટથી BSNL અને રિલાયન્સ જિઓના ગ્રાહકોને રોમિંગ દરમિયાન ફાયદો થશે. રોમિંગમાં એક બાજુ બીએસએનએલના ગ્રાહકો રિલાયન્સ જિઓની 4જી સર્વિસનો લાભ લઈ શકશે તો જિઓના ગ્રાહકો BSNLના 2જી નેટવર્કનો ઉપયોગ કરી શકશે.
આ અવસરે બીએસએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, આ એગ્રીમેન્ટથી બન્ને નેટવર્કના ગ્રાહકોને ફાયદો થશે. BSNLના ગ્રાહકોને હાઈ સ્પીડ મોબાઈલ સેવાઓનો લાભ મળશે. એક રીતે આ બન્ને માટે ફાયદાકારક છે. તેમણે આગળ કહ્યું કે, આ એગ્રીમેન્ટથી બન્ને નેટવર્કના ઉપભોક્તાઓને નેટવર્ક સંબંધિત સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. રોમિંગ દરમિયાન બીએસએનએલના ગ્રાહકો રિલાયન્સ જિઓની 4જી સર્વિસનો લાભ લઈ શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -