Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Hyundaiએ નવી Santroનું બુકિંગ કર્યું બંધ, જાણો શું છે કારણ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહ્યુન્ડાઇની આ કાર સેન્ટ્રો કુલ પાંચ વેરીએન્ટ અને સાત નવા કલરમાં ઉતારવામાં આવી છે. જેમા લાઇટ, એરા, મેગ્ના, સ્પોર્ટઝ અને એસ્ટા સામેલ છે. નવી સેન્ટ્રોમાં ડેશબોર્ડમાં 7-ઇંચની ટચસ્ક્રીન એન્કોડિંગ સિસ્ટમ છે. જે એપલ કાર્પ્લે અને એન્ડ્રોઇડ ઑટોને સપોર્ટ કરે છે, તેમજ તેની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને મિરર લિંક, વૉઇસ કમાન્ડ્સ પર બનાવવામાં આવી છે. કારની શરૂઆતની કિંમત 3,89,900 રૂપિયા રાખવામાં આવી છે.
સેન્ટ્રો લાંબા સમય પછી બજારમાં આવી છે. કારની સફળતા માટેનું મુખ્ય કારણ સસ્તા ભાવમાં સારી ગુણવત્તાની ઉપલબ્ધતા છે. આ કારને બજારમાં Eon લેવલ કાર માનવામાં આવે છે. કંપનીના આંકડાને ધ્યાનમાં રાખીને, બૂક થનારી દરેક ત્રણ કારમાંથી એક કાર ઓટોમેટિક છે. જેમાં 21 ટકાનો આંકડો સીએનજી મોડેલ છે.
કંપનીએ અત્યાર સુધી માત્ર 8,000 કાર જ બનાવી છે. કારનો વેઇટિંગ વીરિયર ત્રણ મહિના સુધી પહોંચી ગયો છે. આ કારણે, કંપનીએ આ કારનું નવું બૂકિંગ ન લેવાનું નક્કી કર્યું છે.
નવી દિલ્હીઃ હ્યુન્ડાઈની કાર સેન્ટ્રો લોન્ચ થયા પહેલા જ બુકિંગના રેકોર્ડમાં બધાને પાછળ છોડી દીધા છે. સેન્ટ્રોના એડવાન્સ બુકિંગને કંપનીને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે જેનો કંપનીને પણ અંદાજ ન હતો. હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ સેન્ટ્રોના 12 દિવસની અંદર 23500 બુકિંગ મળ્યા. હાલ સ્થિતિ એ છે કે આ કારનું બુકિંગ 32,000 સુધી પહોંચી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -