દમદાર વાપસીની તૈયારીમાં છે હ્યુન્ડાઈની આ કાર, મળી શકે છે આ ફીચર્સ
નવી સેન્ટ્રોનો ટાટા ટિયાગો અને મારુતિ સુઝુકી સેલેરિયો સાથે મુકાબલો થશે. હાલ આ બંને મોડલમાં ટચસ્ક્રીન સિસ્ટમ આપવામાં આવતી નથી.
નવી દિલ્હીઃ ઓટો ઈન્ડસ્ટ્રીમાં હ્યુન્ડાઈની કાર તેના દમદાર ફીચર્સ માટે જાણીતી છે. હવે કંપની નવી સેન્ટ્રો હેચબેક લઈને આવી રહી છે. તેને ભારતીય માર્કેટમાં સારો પ્રતિસાદ મળવાની આશા છે. મળતી માહિતી મુજબ આ કાર 23 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત નવી સેન્ટ્રો ઓટોમેટેડ મેન્યુએલ ગિયરબોક્સ સાથે લોન્ચ થનારી પ્રથમ કાર બની શકે છે. હ્યુન્ડાઈના 1.1 લીટર એપ્સિલોન પેટ્રોલ એન્જિનના એક અપડેટેટ વર્ઝન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ગિયરબોક્સ સાથે આપવામાં આવશે. બંનેની ફ્યુલ એફિશિયન્સ 20.1 કિલોમીટર પ્રતિ લીટર હશે.
આ કારના ફીચર્સની વાત કરવામાં આવે તો નવી સેન્ટ્રોની સૌથી મોટી ખૂબી 7.0 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ હોઇ શકે છે. જે ટોપ વેરિયન્ટમાં જ આપવામાં આવી શકે છે. કારમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે આપવામાં આવશે.
સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ અને એબીએસ સ્ટાન્ડર્ડ તરીકે મળશે. ઉપરાંત તેમાં એડવાન્સ સેફટી ફીચર્સ તરીકે રિયર પાર્કિંગ સેન્સર પણ આપવામાં આવી શકે છે. સેન્ટ્રોના ટોર વેરિયન્ટમાં પાર્કિંગ કેમેરો પણ આપવામાં આવી શકે છે.